ગૌ ભક્તોએ શરૂ કરી રામ ધૂન:થરાદની સરકારી કચેરીઓમાં ગાય છોડી દેતાં ગૌ ભક્તોની પોલીસે અટકાયત કર્તા; પોલીસ મથકે અને નાયબકલેક્ટર કચેરીમાં બેસી રામ ધૂન શરૂ કરી

થરાદ10 દિવસ પહેલા

થરાદ ગૌભક્તોએ ગૌ પોષણ યોજના માટે 500 કરોડની સહાય બાબતે વિરોધ દર્શાવી સરકારી કચેરીઓમાં ગાયો છોડી દેતાં પોલીસે અટકાયતી પગલાં ભર્યા હતા. ત્યારે ગૌ ભક્તો, ગૌ પ્રેમીઓએ પોલીસ મથકેથી રામ ધૂન સાથે રેલી કાઢી હતી અને નાયબકલેક્ટર કચેરીમાં પણ રામધૂન બોલાવી હતી.

ગૌ શાળામાં રહેલું ગૌવંશ તેમજ લમ્પી વાયરસનો ભોગ બનેલી પીડિત ગાયની દયનિય હાલત બની જતાં ગૌ શાળાના સંચાલકો સહિત ગૌ ભક્તો, ગૌ પ્રેમીઓના શિરે મોટી જવાબદારી આવી પડતાં આર્થિક મુશ્કેલીઓ સર્જવા પામી હતી. ગુજરાત સરકારે જાહેર કરેલી ગૌ પોષણ સહાય બાબતે સમગ્ર ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે થરાદ તાલુકામાં આવેલી ગૌશાળાઓની ગાય આજે હાઇવે રસ્તાઓ પર તેમજ મામલતદાર કચેરી ખાતે છોડી દેવામાં આવતાં કચેરીમાં જતી ગાયને રોકવા પોલીસે પ્રયાસો કરી ગૌ શાળાના સંચાલકો સહિત ગૌ ભક્તોની અટકાયત કરી હતી. અટકાયતી પગલાં ભરવામાં આવતાં પોલીસ મથકે રામ ધૂન શરૂ કરી રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ બેસી રામધૂન કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...