વિકાસ કાર્યોને લીલીઝંડી:થરાદમાં 17 લાખના ખર્ચે નવીન ગ્રામ પંચાયતના બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

થરાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદ તાલુકાના વજેગઢ ગામે બનાસબેંકના ડિરેક્ટર શૈલેષ પટેલ અને આંબા સોલંકી અને તાલુકા પંચાયતના પ્રમુખ દાના માળી હસ્તે નવીન ગ્રામ પંચાયતના બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વહીવટદાર પ્રકાશ પટેલ, તલાટી વશરામ પટેલ સહિત ગ્રામ પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ વિકાસના કામ માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકોને ગામમાં જ સારી સુવિધાઓ મળી રહે તે માટે હાલમાં રાજ્ય સરકાર દ્વારા નવી ગ્રામ પંચાયતો બનાવી આપવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા દરેક ગામ સુંદર બને તે માટે સારા રસ્તાઓ, લાઈટ અને ખાસ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

થરાદ તાલુકામાં પણ રાજ્ય સરકારે દરેક ગામમાં હાલ લોકો સારી સુવિધા મેળવી શકે તે માટે નવી પંચાયત બનાવવાનું શરૂઆત કરી છે. જે અંતર્ગત આજે થરાદના તાલુકાના વજેગઢ ગામે 17 લાખના ખર્ચે નવીન ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. ગામમાં અત્યાર સુધી અનેક વિકાસના કામો કર્યા છે. ત્યારે, પ્રધાનજી ઠાકોર, માના પરમાર, ભલા નાઈ, સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...