ખેડૂતોમાં રોષ:થરાદ પંથકના 14 ખેડૂતો સામે પાણી ચોરીની ફરિયાદ

થરાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાભર-દેવપુરા હેડવર્કસમાંથી પીવાના પાણીની પાઇપલાઇનમાં તોડફોડ કરી ગેરકાયદે જોડાણો લેતાં અધિકારી દ્વારા કાર્યવાહી કરાઈ
  • પાણી પુરવઠા કચેરીના ના. કા. ઇજનેરની કાર્યવાહીને પગલે ખેડૂતોમાં રોષ

ભાભર-દેવપુરા હેડવર્કસમાંથી પીવાના પાણીની પાઇપલાઇનમાં તોડફોડ કરી ગેરકાયદેસર જોડાણો લેનાર થરાદ તાલુકાના ત્રણ ગામોના 14 ખેડૂતો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આથી ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.અધિકારીઓની કાર્યવાહીને લઈ ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે.

ભાભર પેટા વિભાગના ગુ.પા.પુ. અને ગ.વ્ય.બોર્ડ દ્વારા તેઓ હસ્તકના જુથ યોજનાના 66 ગામોને પીવાનું પાણી પુરું પાડવા માટેની કામગીરી મે.વિકાસ ઈલેક્ટ્રીકલ્સ,ડીસાની કંપનીને સોંપેલ છે. જેઓ વતી પ્રતિનિધી તરીકે કામગીરી સંભાળતા ખાનાભાઈ શંકરભાઈ પટેલ (વિકાસ ઈલેક્ટ્રિકલ્સ ડીસા) (રહે.બુકણા,તા.વાવ) અને ભાભર પેટાવિભાગના રોજમદાર લાઈનમેન દ્વારા દેવપુરા હેડ વર્કસથી સણાવિયા સુધી લાઇન ચેક કરાતાં તેમાં ત્રણ ગામોના ખેડૂતો દ્વારા ગેરકાયદેસર પાણીના જોડાણો લીધેલું જણાયું હતું.

જે જોડાણો વારંવાર કાપવા છતાં પણ ખેડૂતો દ્વારા ફરીથી કરી નાંખવામાં આવતાં હોઇ આખરે આ ગેરકાયદે જોડાણકર્તા પર પોલીસ ફરિયાદ નોંધવા માટે નાયબ કાર્યપાલક ઈજનેર, પાણીપુરવઠા કચેરી,ભાભર દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. આથી પોલીસ દ્વારા બોર્ડની માલીકીની પીવાના પાણીની પાઈપલાઈનમાં તોડફોડ કરી ગેરકાયદે રીતે પાણી ચોરી લઈ આગળના ગામોએ પાણી ન પહોંચવા દેતા 14 ખેડૂતો વિરુધ્ધ આઈ.પી.સી.ની કલમ 430,114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. આ બનાવને લઇને ફફડાટની લાગણી પ્રસર્યો છે.

અન્ય સમાચારો પણ છે...