મેઘવંશી સમાજને દિવાળી ભેટ:થરાદ ચારભુજાનાથ વિષ્ણુ મંદિર ખાતે 20 લાખ રૂપિયાના ખર્ચે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરાયું

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મેઘવંશી સમાજ માટે થરાદ વિષ્ણુ મંદિર ખાતે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત માનનીય સાંસદ પરબત પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. થરાદ ખાતે ચાર ભુજાનાથ વિષ્ણુ મંદિરની જગ્યામાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સભાને સંબોધતા પરબત પટેલે પોતાના ધારાસભ્ય અને સાંસદ સભ્યના કાર્યકાળ દરમિયાન સમાજ ઉપયોગી કરેલ કામોની ચર્ચા કરી હતી. હજુ પણ લોકહિતના કાર્યોમાં હંમેશા સમાજની પડખે ઉભા રહેવાની લોકોને ખાતરી આપી હતી.

આ પ્રસંગે બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષ પટેલ, તાલુકા પ્રમુખ દાના માળી, થરાદ શહેર પ્રમુખ અજય, તેમજ મેઘવંશી સમાજના વડીલો, અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા. આ અંગે મેઘવાંસી સમાજના અગ્રણી અને પૂર્વ નગરપાલીકાના પૂર્વ પ્રમુ લવજી વાણિયા, યુવા પ્રમુખ હિતેશ વાણીયા અને સમાજના આગેવાનોએ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...