બાઈક અકસ્માતે એકનું મોત:થરાદ-સોચોર હાઇવે પર બે બાઈક વચ્ચે ટક્કર, અજાણ્યો બાઈક ચાલક અકસ્માત સર્જી ફરાર

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદ તાલુકાના ભાપડી ગામના પરખાભાઈ તેના મિત્ર દશરથભાઈને બેસાડી પોતાનું બાઇક લઈ થરાદ-સોચોર હાઇવે પર થરાદ તરફથી પોતાના ઘર જઈ રહ્યા હતા. ત્યારે હાઇવે પર માંગરોળ નજીક રામેશ્વર પેટ્રોલ પમ્પ સામે અજાણ્યા GJ 23 DA 9718 બાઇક ચાલકે ધડાકાભેર સામેથી ટક્કર મારી અને બાઇક ચાલક ફરાર થઇ ગયો હતો. તેમના બાઈક સાથે ટકરાતા બાઇક ચાલક પરખાભાઈને ગંભીર ઇજાઓ અને પાછળ બેઠલ દશરથ ભાઈને પગે ઇજા પહોંચી હતી.

બંને લોકોને થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરખાભાઈને ગંભીર ઇજાઓ થયેલ હોવાથી થરાદની સરકારી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. થરાદ પોલીસે મોટરસાયકલ નં.GJ-23-DA-9718ના ચાલકે સામેથી ટક્કર મારતા પરખાભાઈ ભુરાભાઈ રાણુવા (ઉં.વ.32) રહે.ભાપડીવાળાનું મોત નિપજાવતાં તેના વિરુધ્ધ થરાદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...