ભવ્ય શોભાયાત્રામાં ભક્તો ઉમટ્યા:થરાદ ખાતે મોગલ માતાજી અને નાગદેવતાના ચતુર્થ પાટોત્સવની ઉજવણી, નગરમાં શોભાયાત્રા નીકળી, સાંજે સંતવાણી-ડાયરો યોજાશે

થરાદ12 દિવસ પહેલા
  • આવતીકાલે ગુરૂવારે યજ્ઞ તેમજ ભોજન પ્રસાદ રાખવામાં આવશે

થરાદ ખાતે બિરાજમાન મોગલ માતાજી અને નાગદેવતાના ચતુર્થ પાટોત્સવની ઉજવણી નિમિત્તે નગરમાં આજે બુધવારે શોભાયાત્રા નીકળી હતી. ઉપરાંત આજે સાંજે સંતવાણી ડાયરો યોજાશે.

ભક્તો ગાડીઓની લાંબી કતાર સાથે શોભાયાત્રામાં જોડાયા
થરાદ ખાતે આવેલા મોગલ ધામ માતાજી અને નાગદેવતાના ચતુર્થ પાટોત્સવની ઉજવણી નિમિતે આજે નગરના વિવિધ માર્ગો પર ડીજેના સુરના તાલે બાઇકો સાથે યુવકોએ શોભાયાત્રા નીકાળી હતી. જેમાં મોગલ ધામ છોરું પરિવાર સહિત ભક્તો ગાડીઓની લાંબી કતાર સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. આજે સાંજે નારણદેવી રોડ જનતા હાઈસ્કૂલની બાજુમાં આવેલ મોગલ ધામ ખાતે રાત્રીના સમયે ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવિક ભક્તોને પાટોત્સવમાં પધારવા આમંત્રણ
આવતીકાલે ગુરૂવારે યજ્ઞ તેમજ ભોજન પ્રસાદ રાખવામાં આવશે, જેમાં ભાવિક ભક્તોને પાટોત્સવમાં પધારવા અજેશીભાઈ ગંગારામ પંડ્યા પરિવાર તેમજ મોગલ છોરું પરિવાર થરાદ તરફથી ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ શોભાયાત્રામાં મનોજભાઈ સોની, કનાભાઈ રાજપૂત, સંજયસિંહ રાજપૂત, રવજીભાઈ રાઠોડ, લખાભાઈ ભગત, રામાભાઈ દેસાઈ સહિત મોગલ છોરું પરિવાર જોડાયો હતો

અન્ય સમાચારો પણ છે...