ખાડામાં કાર ખાબકી:થરાદ હાઇવે ફોરલેન હાઇવે પરના ખાડામાં કાર ખાબકી; કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી

થરાદ13 દિવસ પહેલા

થરાદમાં મોડી રાત્રે સીએનજી પમ્પ પાસે વરસાદી પાણી ભરાયેલા ખાડામાં કાર ખાબકતા અકસ્માત સર્જાયો હતો. ફોરલેનની કામગીરી ચાલી રહી હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા ખોદયેલ ખાડામાં કાર ખાબકતા એક કલાકના રેસ્ક્યુ બાદ કાર બહાર કઢાઈ હતી, સબનસીબે જાનહાની ટળી હતી.

થરાદ ડીસા હાઈવે પર અત્યારે ફોરલેનનું કામકાજપુર જોશમાં ચાલી રહ્યું છે. જે અંતર્ગત કોન્ટ્રાક્ટરે સીએનજી પંપ માટે મોટા ખાડા ખોદયા હતા. આ ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહેતા મોડી રાત્રે એક કાર ખાડા માં ધડાકાભેર ખબકતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને એક કલાકના રેસ્ક્યુ બાદ કારને બહાર કઢાઈ હતી. કોન્ટ્રાક્ટરે ખાડાની આજુબાજુમાં કોઈ જ પ્રકારના સાઈનબોર્ડના મુકતા આ અકસ્માત સર્જાયો હતો. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાતા તેની સામે કાર્યવાહી કરવા લોકમાગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...