હત્યા, આત્મહત્યા કે અકસ્માત?:થરાદની નાગલા મુખ્ય નહેરમાંથી અજાણી યુવતીની લાશ મળી આવી; ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢ્યો

થરાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદના નાગલા ગામની સીમમાં પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં એક યુવતીનો તરતો મૃતદેહ કોઈ સ્થાનિકની નજરે આવતાં નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં ફાયરટીમે ઘટના સ્થળે પહોંચી યુવતીના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

યુવતીએ આપઘાત કર્યોં કે પછી હત્યા તેનું કારણ અકબંધ
યુવતીના મળી આવેલા મૃતદેહ બાબતે કોઈ ભાળ નહી મળતાં તેને બિનવારસી જાહેર કરી મૃતક યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. જેથી યુવતીના પરિવાર સુધી જાણ થાય. હાલમાં તેણીની કોઈ ઓળખ થવા પામી નથી, જેથી યુવતીએ આપઘાત કર્યોં કે પછી હત્યા તેનું કારણ અકબંધ છે.

અન્ય સમાચારો પણ છે...