તપાસ:થરાદની નર્મદા નહેરમાં પડેલા ઈઢાટાના યુવકની લાશનો બે દિવસથી પત્તો નથી

થરાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
થરાદની નર્મદા નહેરમાં યુવક ડુબ્યાની આશંકાએ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. - Divya Bhaskar
થરાદની નર્મદા નહેરમાં યુવક ડુબ્યાની આશંકાએ શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
  • મોબાઇલ અને આધારકાર્ડ મળ્યાં, બે દિવસ શોધવા છતાં ભાળ મળતી નથી

થરાદની મુખ્યનહેરમાં થરાદના એક યુવકે ઝંપલાવ્યું હોવાનું આશંકાએ ચકચાર મચી જવા પામી હતી. નગરપાલિકાના તરવૈયાએ નહેરમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે બે દિવસથી શોધખોળ છતાં બુધવારની મોડી સાંજ સુધી કોઇ ભાળ મળવા પામી ન હતી.

થરાદની મુખ્ય નર્મદા નહેરમાં ચુડમેર પુલ નજીક એક યુવકનું આધારકાર્ડ, બુટ તથા મોબાઇલ મળી આવ્યાં હતાં. મળેલા આધારકાર્ડ મુજબ યુવક શ્રવણભાઇ હરદાનભાઇ તુરી (રહે.ઇઢાટા,તા.થરાદ) (ઉં.વ.23) જણાતું હતું. આથી કદાચ તેણે નહેરમાં ઝંપલાવ્યું હોવાની આશંકા પ્રબળ બની હતી. બનાવની જાણ થતાં બહોળી સંખ્યામાં યુવકનો પરિવાર અને લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે આ અંગે જાણ કરતાં નગરપાલિકાના ફાયર ટીમના વિરમ રાઠોડ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

તેમના બે દિવસથી દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે બુધવારની સાંજના છ વાગ્યા સુધી આ અંગે કોઇ ભાળ મળી ન હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે પાલિકાના ફાયર ઓફીસર વિરમ રાઠોડે જણાવ્યું હતું કે મંગળવાર અને બુધવારે 35 ફુટ જેટલા ઉંડા અને ધસમસતા પ્રવાહમાં ઝાળી ગોઠવીને પણ તપાસ હાથ ધરાઇ હતી.

જો કે ચર્ચા મુજબ કોઇના દ્વારા યુવક બે-ત્રણ વખત પાણીમાંથી બહાર આવતો જોવા મળ્યો હતો. આથી તેનું પરફેકટ લોકેશન પણ જાણવા મળતું ન હતું. આમ, યુવક ડુબાયાની આશંકાએ ચકચાર પ્રસરી હતી. જ્યારે તેની શોધખોળ કરવા આવેલા તેમની ટીમના યુવકનું બાઇક પણ કેનાલ પરથી કોઇ ચોર ચોરી કરી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...