શ્રદ્ધાળુઓ પરેશાન:થરાદથી યાત્રાધામ ઢીમાધામને જોડતો 12 કિમીનો રોડ બિસ્માર

થરાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાધાનેસડા સોલારપાર્ક અને ગામડાઓને જોડતો રોડ બિસ્માર

યાત્રાધામ ઢીમાધામથી થરાદને જોડતો 12 કિમીનો રોડ સાવ ભંગાર થઇ જવાથી શ્રદ્ધાળુઓ સહિત ગામડામાંથી થરાદ જતાં વાહન ચાલકો મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે. ઢીમાથી થરાદને જોડતો 12 કિમીનો રોડ ઓક્ટોબર-2017માં રૂ.5 કરોડનાં ખર્ચે મંજુર કરવામાં આવ્યો હતો. જેમાં બન્ને સાઈડો વધારી રોડને પહોળો કરવાનો હતો. તો વળી બે વર્ષ પછી આ રોડની કામગીરીઓ પૂર્ણ થઇ હતી.

છતાં પણ ગુણવત્તા જળવાઈ નથી. ત્યારે રોડ બનાવ્યાને માત્ર 6 માસમાં જ રોડ તૂટી જવા પામ્યો છે અને મોટાં મોટાં ખાડાઓ પડ્યાં છે. આ રોડ માવસરી સુધી બોર્ડર વિસ્તારનાં ગામડાઓને જોડતો હોઈ તેની મજબૂતાઈ માટે રાજ્ય સરકાર દ્વારા માતબર રકમ ફાળવી હતી. ત્યારે આ રોડની કામગીરીઓમાં પણ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચારની રાવ ઉઠી છે.

માર્ગ અને મકાન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોન્ટ્રાકટર સામે પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. આ અંગે ઢીમાનાં દિલીપભાઈ સાધુએ જણાવ્યું હતું કે રોજ અપડાઉન કરતાં હોઈ ગાડીઓને પણ એલાઈમેન્ટ સહિત ટાયરમાં પંચર પડવાનાં કિસ્સાઓ બને છે.

અન્ય સમાચારો પણ છે...