ભોરોલ ગામમાં શ્રી હિંગળાજ માતાજીના મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ગામમાં હિંગળાજ માતાજીનું પ્રાચીન તથા વર્ષો જૂનું મંદિર આવેલું છે. આ મંદિરની સ્થાપના ઇસ 1576માં સવંત 1631ને જેઠ સુદ ચૌદસને ગુરૂવારના રોજ હાથીજી દુર્ગાજી લાડુજી પઢાર ના હસ્તે થઈ હતી જેને આજે 447 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવાથી મંદિર જર્જરીત થયું હતું અને દોઢ ફૂટ જેટલું જમીનમાં બેસી ગયું હતું.
મંદિરના નિર્માણ માટે સવા કરોડ જેટલો ફાળો એકત્રિત થયો
તેથી ગામના લોકોએ તારીખ 13-6-22 અને જેઠ સુદ ચૌદસને સોમવારના રોજ માતાજીનો પાટોત્સવના દિવસે ગામ ભેગું કર્યું અને ગઢવી કરસન દાનજી લાલ દાનજી જે માતાજીના પરમ ઉપાસક હોવાથી તેમને ગામ લોકો આગળ નવીન મંદિર બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ગામ લોકોએ પણ તેમની ઈચ્છાને સમર્થન આપ્યું હતું અને ભોરોલ ગામના લોકોએ મંદિર બનાવવામાં પોતાનો ફાળો લખાવ્યો હતો અઢારે આલમના લોકોએ મન મૂકીને ફાળો આપ્યો હતો અને જોત જોતામાં સવા કરોડ જેટલો ફાળો એકત્રિત થયો હતો અને આજે હિંગળાજ માતાજીના મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિંગળાજ મા સેવા ટ્રસ્ટ તથા હિંગળાજ ગૌ સેવા ટ્રસ્ટ તથા ભોરોલ ગામના દરેક ધર્મપ્રેમી ગ્રામજનો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.