ભક્તિનો માહોલ:થરાદના અંબિકાનગર ખાતે ગણેશોત્સવમાં ભાગવત સપ્તાહ યોજાઈ હતી; મોટી સંખ્યામાં ભક્તો કથાનો લાભ લીધો

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદના અંબિકાનગર ખાતે આયોજિત દીપકભાઈ ઓઝા દ્વારા ગણેશોત્સવમાં ભાગવત સપ્તાહ યોજાઈ હતી. જેમાં સોસાયટીના રહીશો સહિત આજુબાજુમાંથી ધર્મપ્રેમી જનતાએ ભાગવત સપ્તાહનું રસપાન કર્યું હતું. નગરપાલિકા પ્રમુખ જાનકીબેન ઓઝા, પતિ દીપકભાઈ ઓઝા દ્વારા ગણેશચતુર્થીના પવન પવિત્ર દિવસે ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ગણેશોત્સવમાં ભાગવત કથાનું આયોજન કરાયું હતું

ભગવત કથાના વક્તા મોંટુભાઈ મહારાજના મુખે રસપાન કરાવતાં કથા સમયે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ રસપાન કરી ધન્યતા અનુભવી હતી. જેમાં દીપકભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, હાલના સમયે એકબાજુ ગૌમાતામાં લમ્પી વાયરસ નામની બીમારી તેમજ શહેર તાલુકાની પ્રજામાં સુખ સમૃદ્ધિ રહે તે હેતુથી ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાની આરાધના સાથે ભાગવત કથાનું આયોજન કરવાથી લોકો ભગવાનનું સ્મરણ કરે. જેથી આવતી વિપતિઓ ટળી જાય અને પંથકમાં સુખ શાંતિ રહે તેવા કલ્યાણ અર્થે આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...