ગુજરાતનું ભાવિ ભવિષ્ય પ્રગતિ તરફ:બનાસકાંઠાની શ્રી ચાણક્ય સ્કુલ ઓફ સાયન્યસ NEETમાં મોખરે; 45માંથી 42 વિદ્યાર્થીઓ NEETની પરિક્ષામાં ક્વોલિફાય

થરાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓએ આશાનું કિરણ સાબિત થઈ થરાદમાં જ રહીને NEETની પરીક્ષાની તૈયારી કરી ઉજ્જવળ સફળતા હાંસલ કરી છે. પરિણામની વાત કરીએ તો આ શાળામાં માત્ર 2 વર્ષથી અભ્યાસ કરતા ગોસ્વામી હરેશગરે 720 ગુણમાંથી 591 ગુણ મેળવેલ છે. બોચિયા રવિન્દ્ર વનાભાઈએ 571 ખત્રી જીનલબેને 516, પુરોહિત ટિંકલે 495, અતિત મનોજ જયદેવ ગીરીએ 473, જોશી કૃપાબેન વિષ્ણુપ્રસાદ એ 392, હડીયલ જગદીશભાઈએ 390, તેમજ ચૌહાણ મોન્ટુ ભલાભાઇએ 380 ગુણ પ્રાપ્ત કરેલ છે. શાળાના 49 વિદ્યાર્થીઓએ NEETની પરિક્ષા આપી હતી, જેમાંથી 42 વિદ્યાર્થીઓ NEET ક્વોલિફાય થઈ થરાદ તાલુકા અને સ્કૂલ તેમજ સમાજનું ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...