ફરાર આરોપી ઝડપાયો:બનાસકાંઠા જીલ્લા LCBએ ધાડના ગુનામાં એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો

થરાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જીલ્લા એલ.સી.બી.એ વાવ પોલીસ સ્ટેશનના ધાડના ગુનામાં એક વર્ષથી લાલશાહીના નાસતા-ફરતા આરોપીને પકડી થરાદ પોલીસને સોંપ્યો હતો.

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજની સુચના મુજબ નાસતા-ફરતા આરોપીઓ પકડાવાની ઝુંબેશને લઈ જિલ્લા એલ.સી.બી. પોલીસ અધિકારી સહિત સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલ બાતમીના આધારે થરાદ મુકામે ઢીમા ત્રણ રસ્તા પાસેથી વાવ પોલીસ સ્ટેશનના ધાડના ગુનામાં એક વર્ષથી લાલશાહીના નાસતા-ફરતા આરોપી અમરતભાઈ સરતાણભાઈ ભદરૂ રહે.ગોલગામ પકડી આગળની કાર્યવાહી કરવા થરાદ પોલીસ સ્ટેશન ખાતે વધુ કાર્યવાહી કરવા સોંપવામાં આવ્યો હતો. થરાદ પોલીસે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...