કાર્યવાહી:થરાદના બેવટામાં ત્રણ શખ્સો દ્વારા પરિવારના ત્રણ પર ધોકા વડે હુમલો

થરાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્કૂલના બાળકો અને બાઇક સવારને બચાવતાં વાઘાસણના પરિવારને માર પડ્યો
  • થરાદ​​​​​​​ પોલીસે ત્રણે સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ઘરી

થરાદ તાલુકાના બેવટા ગામમાં વાઘાસણના ચાલકની કાર ઓચિંતા આવેલાં સ્કુલના બાળકો અને બાઇક સવારને બચાવવા વાડમાં ઘુસાડતાં ત્યાં ઉભેલા ત્રણ શખ્સોએ ધોકા, લાકડી વડે હુમલો કરી પરિવારના ત્રણને ઇજા પહોંચાડી હતી. થરાદ પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કર્યો વધુ કાર્યવાહી હાથ કરી હતી.

થરાદ તાલુકાના વાઘાસણના તારાભાઈ સોનાજી મેઘવાળ બુધવારે બપોરના 12-00 વાગ્યાના સુમારે ભાઈ અને તેમની પત્ની સાથે કાર લઈને વેવાઈ શંકરજી વધાજી પારેગી (રહે. બેવટા,તા.થરાદ) ના ઘરે મળવા ગયા હતા. દરમિયાન સાંજના પાંચેક વાગ્યાના સુમારે બેવટા ગામની ઢાણી શાળાના વળાંકમાં આવતાં 5-00 વાગે સ્કુલ છુટતાં એક બાજુથી સ્કુલના છોકરાઓ અચાનક આવતાં અને સામેથી બાઇક આવતાં તેમને બચાવવા જતા રસ્તાની વાડમાં કાર જવા દીધી હતી. આથી છોકરાઓ અને બાઇક ચાલકનો બચાવ થયો હતો.

આ વખતે ત્યાં ઉભેલા ત્રણ અજાણ્યા શખસોએ તેની પાસે આવીને અચાનક ધોકા લાકડી વડે હુમલો કરી માથામાં આડેધડ લાકડી મારતાં લોહીયાળ ઇજા થવા પામી હતી. પત્ની વદુબહેન અને ભાઇ જવાનજી છોડાવવા વચ્ચે પડતાં તેમને પણ ધોકો ફટકાર્યો હતો. આ વખતે બીજા ઘણા લોકો આવી જતાં ત્રણેય જણા હવે આવી રીતે ગાડી ચલાવી છે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપીને જતા રહ્યા હતા.

ત્રણેય ઇજાગ્રસ્તોને થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ત્રણ શખસો દાનાભાઈ ખેંગારાજી પટેલ, છેલાભાઈ ખેંગારજી પટેલ તથા ભાવાભાઈ ખેંગારાજી પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. થરાદ પોલીસે બેવટા ગામના ત્રણેય શખસો સામે ગુનો દાખલ કરી બધું કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...