ફરિયાદ:ચાંગડામાં યુવતીનું સાટું આપવા બાબતે પિતા-પુત્રી પર હુમલો

થરાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ત્રણ પિતરાઈઓએ મારમારી ઈજા પહોંચાડતાં ફરિયાદ નોંધાઈ

થરાદ તાલુકાના ચાંગડા ગામમાં પિતરાઈ ભાઈની સગાઈ થતી ન હોવાથી સાટામાં સગાઈ કરવા માટે યુવતીના માતા-પિતાને દબાણ કરતાં પિતરાઇઓએ સાટું ન આપવાની અદાવત રાખી યુવતીના ઘરે આવી ઝપાઝપી કરી ધોકા વડે હુમલો કર્યો હતો.

ચાંગડા ગામની પીનાબેન ગોરધનભાઈ પ્રજાપતિએ થરાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમના ઘરની બાજુમાં રહેતા કુટુંબી મોટા બાપુજી દેવાભાઈના દીકરા પારસભાઈની સગાઈ થતી ન હોવાથી તેના કુટુંબી બાપુજી બદાભાઈ પ્રતાપજી તથા તેમનો દીકરો જયેશ ઉર્ફે જબરાભાઈ તથા પારસભાઈ તેણીના પિતાજીને પારસને તેણીનું સાટું આપવા માટે વારંવાર દબાણ કરતા હતા. પરંતુ તેણીના પિતાજી તેણીના સાટામાં સગાઈ કરવાની ના પાડતા હતા.

આથી તેઓ તેણીના માતા-પિતા સાથે ઝઘડો કરતા હતા. અને તમારી દીકરી નું સાટું આપવું પડશે તેમ કહી માતા-પિતાને ત્રાસ આપતા હતા. શુક્રવારની સાંજના 6-00 વાગ્યા તેણીના બાપુજી બદાભાઈ પ્રતાપજી તથા તેમનો પુત્ર જયેશ ઉર્ફે જબરાભાઈ તથા પારસભાઈ ત્રણેય જણા જીપમાં બેસી લાકડાનો ધોકો અને વાંસની લાકડી સાથે તેમના ઘરે આવ્યા હતા. અને તેણીની માતાને તમો તમારી દીકરી નું સાટું કેમ આપતા નથી.

આજે તમને જીવતા છોડવા નથી તેમ કહી ઝઘડો કરી અપશબ્દ બોલતાં તેમ કહેવાની ના પાડતાં ઝપાઝપી કરી હતી. આ વખતે ડેરીએથી દૂધ ભરાવીને ઘરે આવેલા તેણીના પિતાજી તેઓને છોડાવવા વચ્ચે પડતાં પારસભાઈએ ધોકો ફટકાર્યો હતો. પિતાને છોડાવવા વચ્ચે પડતા તેણીને પણ ધોકો માર્યો હતો.આ અંગે ત્રણ સામે ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...