નવા વર્ષે દાદાને ધરાવ્યો ભવ્ય અન્નકૂટ:થરાદમાં વૈકુંઠનાથદાદાને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો, મોટી સંખ્યામાં ભક્તજનો હજાર રહ્યાં

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદ સાચોર હાઇવે પર શ્રી વૈકુંઠનાથ ભગવાનનું ભવ્ય મંદિર આવેલું છે. જ્યાં મંદિરના પૂજારી અને ટ્રષ્ટિ નાથાલાલ બ્રહ્મક્ષત્રિય અને મહેશ્વરી સોસાયટીના ભક્તો દ્વારા દર વર્ષે ભગવાનને બેસતા વર્ષે 56 ભોગ ધરાવવામાં આવે છે. આ વર્ષે અન્નકૂટનો લાભ જયપ્રકાશ પરશુરામ મહેશ્વરી રાઠી પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. ભગવાનને 1008 અષ્ટદળથી પૂજા અર્ચના કરવામાં આવી હતી. બહોળી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ભગવાનની આરતી ધૂન સાથે પ્રસાદ ગ્રહણ કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. મંદિરના પૂજારી નાથાલાલ બ્રહ્મક્ષત્રિયએ જણાવ્યું હતું કે, ભગવાનને અનેક પ્રકારની મીઠાઈ થઈ લઈ ફરસાણ સુધીનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.

થરાદના શ્રી વૈકુંઠનાથ ભગવાનના મંદિરે પરંપરાગત અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. બપોરે બારના ટકોરે ભગવાનની જય ઘોષ અને રામધૂનથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યો હતો. 1008 તુલસી દળથી અર્ચના કરવામાં આવી હતી. શ્રી વૈકુંઠનાથ ભગવાનને 1008 તુલસી મંત્રથી ભોગ ધરાવવામાં આવ્યો હતો. કુલ 108 આઈટમોનો ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...