ગણપતી બાપા મોરયા:થરાદ અંબિકા નગર અને રાજેન્દ્ર નગર સોસાયટી ખાતે ગણપતિ મહોત્સવમાં ખેલૈયાઓ ગરબે ઘૂમતાં નવરાત્રી જેવો માહોલ સર્જાયો

થરાદએક મહિનો પહેલા

થરાદના અંબિકા નગર અને રાજેન્દ્ર નગર સોસાયટી સામે આવેલા ગણપતિ મંદિર ખાતે વિઘ્ન હર્તા ગણપતિ મહોત્સવમાં ખેલૈયાઓ ગરબે ઘૂમી ધામધૂમથી બાપાનો ઉત્સવ મનાવવામાં આવતાં નવરાત્રી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજેન્દ્ર નગર સોસાયટીની સામે આવેલ મુખ્ય માર્ગ પર ગણપતિ બાપનું મંદિર આવેલ છે. જેમાં છેલ્લા 30 વર્ષથી સોસાયટી દ્વારા ગણપતિ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ગણપતિ મંદિર મંડળ દ્વારા દર વર્ષે વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિ લાવી મંદિર આગળ ભાદરવા સુદ ચોથના દિવસે એટલે કે ગણેશ ચતુર્થીના શુભ ચોઘડિયે બાપાની સ્થાપના કરવામાં આવે છે. જેમાં અલગ અલગ પ્રકારની લાઈટ ડેકોરેશન વગેરે ગોઠવી ડીજેના તાલે ખેલૈયાઓ દ્વારા દશ દિવસ સુધી ગરબે ઘૂમી ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે.

અંબિકા નગર ખાતે પાલિકા પ્રમુખ જાનકી બેન ઓઝા તેમજ પતિ દીપકભાઈ ઓઝા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના નિવાસ સ્થાને આવેલ ચોકમાં ગણપતિ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જેમાં અંબિકા નગર સોસાયટી દ્વારા મળતા સહયોગથી મોટી સંખ્યામાં સોસાયટીની મહિલાઓ પુરુષો ગરબા રમે છે. જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના લોકો ગણપતિ ઉત્સવ નિહાળવા ઉમટી પડે છે, જેથી જાણે નગરમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો હોય તેમ ખેલૈયાઓ ગરબાની રમઝટ માણી રહ્યાં છે.

અંબિકા નગર સોસાયટી ખાતે ગણપતિ મહોત્સવમાં શુક્રવારે સાંજે ગણેશ ભગવાનની આરતીનો લાભ સુથાર સમાજ દ્વારા લેવામાં આવતાં મોટી સંખ્યામાં સુથાર સમાજના આગેવાનો સહિત યુવાન મિત્રો ઉપસ્થિત રહી ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે બાપાની આરતી ઉતારી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો સહિત ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...