આરસીસી રોડની કામગીરી અટકાવવાની માગ:થરાદમાં વણકર સમાજ સ્મશાન ભૂમિમાં અન્ય રસ્તો ન બનાવવા અપીલ, નગરપાલિકા ખાતે લેખિત રજૂઆત કરાઈ

થરાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજુબાજુમાં આવેલી સોસાયટીના રહીશોએ વણકર સમાજ સ્મશાન ભૂમિમાંથી પસાર થવા આરસીસી રોડની માંગણી કરેલી છે

થરાદમાં વણકર સમાજ સ્મશાન ભૂમિમાં અન્ય રસ્તો ન બનાવવા નગરપાલિકા કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. વણકર સમાજે રોષ વ્યકત કરી આરસીસી રોડ નહિ બનાવવા માટે નગરપાલિકા કચેરી ખાતે દોડી આવી પાલિકા પ્રમુખ પતિ દીપકભાઈ ઓઝા તેમજ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂતને લેખિત રજુઆત કરી હતી.

રસ્તો ન બનાવવા લેખિત તેમજ મૌખિક ભલામણ કરાઈ
થરાદ બસ સ્ટેન્ડની પાછળના ભાગે કેટલીક સમાજોના સ્મશાન આવેલા છે. જેમાં વણકર સમાજ સ્મશાન ભૂમિમાંથી અન્ય સમાજની સ્મશાન ભૂમિમાં જવા માટેનો રસ્તો ખુલ્લો પડ્યો હતો. ત્યારે થોડા સમય પહેલા રસ્તો બંધ કરી દેતાં દરજી તેમજ સોની સમાજના લોકોએ રસ્તો ખુલ્લો કરાવવા રજૂઆતો કરી હતી. જેને લઈને આજુબાજુમાં આવેલી સોસાયટીના રહીશોએ વણકર સમાજ સ્મશાન ભૂમિમાંથી પસાર થવા આરસીસી રોડની માંગણી કરેલી છે. જેને લઈને વણકર સમાજે રોષ વ્યક્ત કરી આરસીસી રોડ નહિ બનાવવા માટે નગરપાલિકા કચેરી ખાતે દોડી આવી પાલિકા પ્રમુખ પતિ દીપકભાઈ ઓઝા તેમજ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂતને લેખિત રજુઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમારા સ્મશાન ભૂમિમાંથી કોઈ રસ્તો પસાર થતો નથી. જેથી માંગણી કરેલા આરસીસી રોડની કામગીરી અટકાવવામાં આવે અને જો બનાવવામાં આવશે તો અમારી લાગણી દુભાશે જેથી રસ્તો નહિ આપવાની લેખિત તેમજ મૌખિક ભલામણ કરી હતી

અન્ય સમાચારો પણ છે...