ખેડૂતોમાં મુશ્કેલીઓનું મોજું:થરાદની મુખ્ય નર્મદા નહેરમાં સાયફન કામગીરી મુલતવી રાખવા અપીલ; ડોડગામના ખેડૂતોએ પાઠવ્યું આવેદનપત્ર

થરાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદ મુખ્ય નર્મદા નહેરમાંથી ફાટકતી માડકા શાખા તેમજ દેથળી, ડોડગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, નર્મદા વિભાગ દ્વારા માડકા તેમજ દેથળી બ્રાન્ચમાં આવેલ સાયફન રીપેરીંગ કામ શરૂ કરવાની તજવીજ ધરી જરૂરી માળખામાં સાયફન કરી બાંધકામમાં સુધારો વધારો કરવા નિર્ણય કરેલ છે. આ બાબતે ખેડૂતોની નમ્ર અરજ છે કે, આ કામગીરી અત્યારે શરૂ કરવામાં આવે તો ખેડૂતોને ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય તેમ છે. જેમાં હાલની સીઝનમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ બંધ હોવાથી ખરીફ સીઝનના મગફળી તથા એરંડા જેવા ખરીફ પાકોનું પુરતા પ્રમાણમાં વાવેતર થયેલું છે. જેને પાણીની ખુબ જરૂર છે. એકાદ-બે મહિના પાણી ન મળે તો પાક મુરજાઇ જાય તેમ છે. જેથી ખેડૂતોને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવે તેમ છે.

રવી સીઝનને પણ નુકશાન થાય તેમ છે. ત્યારે 15મી ઓક્ટોમ્બરથી રાયડા જેવા તેલીબીયા પાકનું વાવેતર કરવું આવશ્યક છે. સ્થાનિક ખેડૂતોનો મુખ્ય પાક રાયડો છે. અને તે પાકનું મોડુ વાવેતર ઉત્પાદન આપી શકે નહી. આથી ખેડૂતોની આર્થીક સ્થિતીમાં મોટો ફટકો પડે તેમ છે. તેથી આ બન્ને બ્રાન્ચો માડકા તથા દેથળી શાખામાં જરૂરી હોય તો તાત્કાલીક 15 દિવસમાં સમય પૂરતું ટકાઉ તથા આવશ્યક જરૂરી રીપેરીંગ કામગીરી કરી પાણી આપવાનો પ્રતિબંધ થવા વિનંતી છે. માંગણીનો સ્વીકાર કરવામાં ન આવે તો ખેડૂતોની આર્થીક સ્થિતી કફોડી થાય તે બાબતે ડોડગામ ગામના ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...