શું આંદોલન જ એક ઉપાય?:થરાદ-વાવના આંગણવાડી કાર્યકરોએ બહોળી સંખ્યામાં રેલી કાઢી; આવેદનપત્ર આપી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા

થરાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાં આંગણવાડી કાર્યકર અને હેલ્પરબેનોની હડતાલ ચાલે છે. તેમના સમર્થનમાં બનાસકાંઠાના થરાદ અને વાવ તાલુકાની મહિલા બહોળી સંખ્યામાં આંગણવાડી કાર્યકર અને તેડાઘર બહેનો રેલી કાઢી નાયબ કલેક્ટર અનેCDPOને આવેદન આપી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે.

સમગ્ર બાબતે પ્રતિનિધિએ આંગણવાડી કાર્યકર અને તેડાઘર બહેનો સાથે વાતચીત કરી હતી. અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકારી ધારાધોરણ મુજબ ઉનાળું વેકેશન આપવામાં આવે., માનદ વેતન બંધ કરી કાયમી કર્મચારી જાહેર કરવામાં આવે, અનુભવના આધારે બઢતી આપવામાં આવે, મીની આંગણવાડીઓ જનરલમાં ફેરવામાં આવે, આંગણવાડીમાં વધારાની કામગીરી બંધ કરવામાં આવે, અને વધુ વેતન આપવામાં આવે, આંગણવાડી કાર્યકર અને તેડાઘરને આંગણવાડીના બીલો એડવાન્સમાં આપવામાં આવે તેવા અનેક પ્રશ્નો અન્ય માંગણીઓ સ્વીકારવામાં આવે તેમ "અમારી માંગણીઓ પુરી કરો નહીં તો ખુરશી ખાલી કરો" અને "હમ એક હૈ"ના નારા લગાવ્યા હતા.આગામી દિવસોમાં અમારી માંગણીઓ પુરી નહીં કરવામાં આવે ત્યાં સુધી અચોક્કસ મુદત માટે હડતાળ પર રહિશું.

અન્ય સમાચારો પણ છે...