ક્રાઇમ:થરાદમાં વ્યસન માટે પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરલા પિતાએ પુત્રની હત્યા કરી

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લોખંડની ટોમી માથામાં મારતા 11 વર્ષના પુત્ર નું મોત નીપજ્યું

થરાદના રતનપુરાની સીમ વિસ્તારમાં એક શખ્સે વ્યસન માટે નાંણા માગ્યા હતા. જે આપવાની તેની પત્નીએ ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે લોખંડની ટોમીથી પત્ની અને પુત્ર ઉપર હુમલો કર્યો હતો જેમાં ૧૧ વર્ષના પુત્રનું મોત થયું હતુ. થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.થરાદના રતનપુરાની સીમ વિસ્તારમાં રહેતાં ડામરાભાઇ રાસેંગાભાઇ પટેલે વ્યશન કરવા માટે તેમની પત્નિ રત્નીબેન પાસે નાણાં માંગ્યા હતા. જોકે, આજે તહેવાર હોવાથી આપવાની ના પાડી હતી.

આથી ઉશ્કેરાયેલા ડામરાભાઇએ ઘરમાં પડેલી ટોમીથી પત્નિ ઉપર હૂમલો કર્યો હતો. જેમાં તેમને હાથના ભાગે ઇજા થઇ હતી. દરમિયાન તેમના બે પુત્રો અશ્વિન અને કિશન ત્યાં દોડી આવ્યા હતા. જ્યાં ડામરાભાઇએ આજે તો કોઇને જીવતા રાખવા નથી તેમ કહી નાનાપુત્ર કિશન (ઉ.વ.11)ના માથામાં ટોમી મારતાં તે લોહિલૂહાણ થઇ ગયો હતો. હોબાળો સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્ત માતા- પુત્રને સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે, કિશનનું મોત નિપજ્યું હતુ. આ અંગે મલાભાઇ ભેમાભાઇ પટેલે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...