સુઇગામના બોરૂ ગામમાં ખેતરમાં રાત્રે ગયેલા આધેડનો મૃતદેહ ઝાડ સાથે ટીંગાયેલ મળી આવ્યો હતો. આથી મૃતકની પત્નિ અને તેણીનાં સંબંધીઓએ થરાદ પોલીસમથકમાં ડીવાએસપી કચેરીમાં શનિવારે બનાવ આત્મહત્યાનો નહી પરંતુ હત્યા જણાવી તેમાં કસુરવારોનાં નામ આપવા છતાં પોલીસ દ્વારા ઢીલી નિતી દાખવાતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. થરાદ ડીવાયએસપી કચેરીમાં શનિવારે સુઇગામના બોરૂ ગામના આધેડ મૃતકની પત્ની ભાંણીબેન દેવરામભાઇ જાખેસરા અને તેણીના ભાઇ વિનોદભાઇ ભલાભાઇ મકવાણા (રહે.બોરૂ) એ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે તા.15 ઓક્ટોબર-2022ના રોજ સાંજે ખેતરમાં ગયેલા પતિ દેવરામભાઇ કરમસીભાઇ જાખેસરા સવારે પરત નહી આવતાં તેમનો મૃતદેહ દોરડીથી લટકતો જોવા મળ્યો હતો. આથી તેમના પરિવારે દફનવિધી કરી નાંખી હતી. જો કે મૃતકના માથા પર ઇજાનાં નિશાન હોઇ આત્મહત્યા નહી પરંતુ હથીયારથી માર
માથામાં વાગેલ ઘા ના કારણે હત્યાની આશંકા
બનેવીએ ગળે ફાંસો ખાધેલ હોવાની સુચના મળતાં કોઇ કાર્યવાહી કરી ન હતી. પરંતુ માથામાં વાઘેલ ઘા ના કારણે શંકા જતાં 18 ઓક્ટોબર-22ના રોજ અકસ્માતે ગૂનો દાખલ કરાવ્યો હતો. ત્યાંથી લાશને 22 ઓક્ટોબર-22ના રોજ અમદાવાદ પીએમ અર્થે ખસેડાયા હતા. જ્યાં પીએમ નોટ પોલીસની બેદરકારીના કારણે ચોવીસ કલાકના બદલે દસ દિવસે મળી હતી. જ્યારે પીએમ રિપોર્ટમાં કશું વાગેલ કે શરીરને હાની નથી તેમ છતાં મૃત્યુનું કારણ હજુ પેન્ડીંગ રાખવામાં આવ્યું છે. અને બે થી અઢી મહિના થવા છતાં પણ હજુ એફએસએલ રિપોર્ટ આપવામાં આવતો નથી. આથી બધા પુરાવા સાથે ડીવાયએસપી કચેરીમાં રજુઆત કરવા આવ્યા છીએ. જો ન્યાય નહીં મળે તો એસ.પી. અથવા ડી.જી. સુધી જવું પડે તો જઇશું અને ન્યાય નહીં મળે તો ધરણાં પર બેસીશું.’ - વિનોદભાઇ ભલાભાઇ મકવાણા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.