અકસ્માત:મોટામેસરામાં ભુજ-બાડમેર બસને અક્સ્માત; 45 મુસાફરોનો બચાવ

થરાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
થરાદ સાંચોર હાઇવે પર ભુજ ડેપોની બસને અક્સ્માત સર્જાતાં એક મુસાફરને સામાન્ય ઇજા થઇ હતી. બસને નુકસાન થયું હતુ. - Divya Bhaskar
થરાદ સાંચોર હાઇવે પર ભુજ ડેપોની બસને અક્સ્માત સર્જાતાં એક મુસાફરને સામાન્ય ઇજા થઇ હતી. બસને નુકસાન થયું હતુ.
  • આગળ જતાં ટ્રેલરને બસ ટકરાતાં બસને ભારે નુકસાન

ભુજ ડેપોની ભુજ -બાડમેર બસ સોમવારે રાત્રે રાજસ્થાન તરફ જઇ રહી હતી. આ વખતે થરાદના મેસરા પાસે ટેલરની પાછળ ટક્કર મારતાં એક મુસાફરને સામાન્ય ઇજાને બાદ કરતાં 45નો બચાવ થવા પામ્યો હતો.મંગળવારે સાંજે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઇ હતી. ભુજ ડેપોની બસ નંબર જીજે -18 - 5685 ભુજથી બાડમેર જઇ રહી હતી. આ વખતે થરાદ - સાંચોર હાઇવે પર મેસરા ગામની સીમમાં સોમવારની મધરાતે સાડા બાર વાગ્યાના સુમારે આગળ જઇ રહેલા એક ટ્રેલરની પાછળ બસ અથડાઇ હતી.

જો કે બેદરકારી બાદ બસને બ્રેક મારતાં બસમાં રહેલા 46 પૈકી એક મુસાફરને નાકના ભાગે ઇજા થવા પામી હતી. 108ની મદદથી મુસાફરને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યું હતું. ધડાકા સાથે થયેલા આ અક્સમાતના આ બનાવને પગલે ઉંઘમાં રહેલા મુસાફરો ફફડી ઉઠ્યા હતા. જ્યારે થરાદ ડેપો દ્વારા મુસાફરો માટે નવી બસની સુવિધા આપીને એ જ બસ ચાલક કંડકટરને બાડમેર મોકલાયા હતા.જેઓ મંગળવારે પરત આવતાં ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...