તંત્ર હરકતમાં:થરાદમાં અકસ્માત બાદ જાગેલા તંત્રએ નાળાને પતરાંનું કવર કર્યું

થરાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે સપ્તાહ પહેલાં પંપ પાસે મધરાતે કાર ખાબકી હતી

થરાદમાં ભારતમાલા રોડની કામગીરી ચાલી રહી છે. રાજસ્થાન સહિત છ રાજ્યોમાંથી ચોવીસ કલાકમાં હજારો વાહનોની અવરજવર થતી હોવાથી ભારે ટ્રાફિક રહે છે. પરંતુ ભારતમાલા કોન્ટ્રાક્ટર કંપની દ્વારા ખર્ચ બચાવવા માટે વાહનચાલકો જોઇ શકે તેવી રેડીયમ પટ્ટી જેવી કોઇ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે અવારનવાર વાહનો પડવાના બનાવો પણ બન્યા છે.

તાજેતરમાં જ મધરાતે સીએનજી પાસેના ખોદકામના નાળામાં પાણી ભરાયેલા નાળામાં કાર ખાબકી હતી. દુર્ઘટના બાદ જાગેલી એજન્સી દ્વારા પતરાંથી મજબુત રીતે કવર કરવામાં આવ્યું હતું. આવી જ રીતે જ્યાં જ્યાં પણ એક અને બંન્ને સાઇડ ખોદકામ કરાયું છે ત્યાં પણ રાત્રે વાહનચાલકને સામેથી આવતા વાહનોના પ્રકાશ વચ્ચે પણ સ્પષ્ટ રીતે ખોદકામનો ખ્યાલ આવે તેવી રીતે રેડીયમ પટ્ટી, સીમેન્ટ અને થાંભલાઓ ઉભા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...