રહસ્ય:થરાદમાં મજૂરી અર્થે આવેલા યુપીના યુવકે ગળા ફાંસો ખાધો

થરાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગુનો નોંધી મોતનું કારણ શોધવા તપાસ હાથ ધરી

થરાદમાં શુક્રવારે જ ઉત્તરપ્રદેશથી થરાદ આવેલા યુવકે ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લેતાં અરેરાટી સાથે ચકચાર પ્રસરવા પામી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ઉત્તરપ્રદેશના સુમિતકુમાર હરિશચંદ્ર મોર્ય અને તેમનો પિતરાઇ આકાશ લક્ષ્મણભાઇ રાવત (ઉં.વ.21) બંન્ને થરાદ-ધાનેરા હાઇવે પર આવેલી સિન્ધવાઇ એગ્રો ઇન્ડ્રસ્ટ્રેઝમાં વેલ્ડીંગ મજુરી અર્થે આવેલ હતા. જે પૈકી સવારના નવેક વાગ્યાના સુમારે સુમિતકુમાર વેલ્ડીંગનું કામ કરવા પુલ પર ગયો હતો. અને આકાશ નહીં આવતાં ઓરડીમાં જ રોકાયેલ હતો.

અગિયારેક વાગ્યાના સુમારે પરત આવેલા સુમિતે ઓરડીનો દરવાજો ખોલવા જતાં અંદરથી બંધ હતો. આથી ધક્કો મારીને ખોલવાનો પ્રયાસ કરતાં અવાજ નહીં આવતાં આજુબાજુમાંથી કારીગરો બોલાવી બધા ભેગા થઇને દરવાજો ખોલતાં આકાશ ઓરડીમાં દુપટ્ટા જેવા કપડાથી પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. જેનો શ્વાસ થોડો થોડો ચાલુ હોઇ બધા મજુરોએ નીચે ઉતારીને તાબડતોબ તેને પ્રાઇવેટ વાહનમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જો કે આત્મહત્યા કરવાનું કારણ જાણવા મળ્યું ન હતું. આ બનાવને લઇને અરેરાટી સાથે ચકચાર પ્રસરવા પામી હતી. મૃતકના પિતરાઇ સુમિતકુમારની જાહેરાતના આધારે પોલીસે અકસ્માતે મોત રજીસ્ટરે નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...