થરાદ-લાખણીની સીમમાં રહેતા એક ખેતમજુર પરિવારની પુત્રી સાથે તેના જ પડોશમાં રહેતા કિશોરે તેણીને અને તેના ભાઇને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરતાં ચકચાર પ્રસરવા પામી હતી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બનાવને લઇને ખળભળાટ પ્રસરવા પામ્યો હતો.આ અંગે ફરિયાદ નોંધાઈ હતી.
થરાદ-લાખણી તાલુકાની સીમમાં આવેલ 20 વર્ષની યુવતી પોતાના પરિવાર સાથે રહે છે. છ મહિના પહેલાં તેણી પોતાના ખેતરેથી દુકાને જતી હતી આ વખતે ખેતરની બાજુમાં રહેતો કિશોર તેણીને કાપી નાખવાની ધમકી આપીને એક મોબાઇલ આપ્યો હતો. આથી તેણીએ ફોન લીધો હતો. ના ઘરના માણસોથી સંતાડીને રાત્રે અને દિવસે તેની સાથે વાત કરતી હતી. ગત 22 ઓક્ટોબરના રાત્રીના સુમારે કિશોરે તેણીને પોતાના ઘરના પાછળના ભાગમાં બોલાવતાં તેણી ગઈ હતી. જ્યાં તેણે તેણીના ભાઈને મારી નાખવાની ધમકી આપી બે વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યાર પછીના અઠવાડિયામાં સવારના સમયે યુવતી ખેતરેથી દુકાને જતી હતી. આ વખતે કિશોરએ તેણીની પાસે આવીને બાઇક પર બેસવા જણાવ્યું હતું.
પરંતુ તેણી નહીં બેસતાં ઘરે આવી ગઈ હતી. એ જ રાત્રે પરિવાર સાથે યુવતી પોતાની ઓસરીમાં સુતી હતી. આ વખતે રાતે 12-00 થી 12-30 વાગ્યાના સુમારે ખાટલા સુધી આવીને કિશોરે તેણીને પકડતાં તેણીએ બુમો પાડતાં પરિવાર જાગી ગયો હતો. આ વખતે કિશોર ફોન લઇને જતો રહ્યો હતો. યુવતીએ પરિવારને બનાવવા અંગેની જાણ કરી હતી. આ અંગે પરિવારે સાથે મળીને આ બનાવ અંગે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કિશોર સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ કરી હતી. બનાવને પગલે પંથકમાં ચકચાર પ્રસરવા પામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.