ધાનેરાના ખેડાથી રવિવારે થરાદના કિયાલમાં એક પરિવાર લગ્ન લઇને આવ્યો હતો. જેમની જીપને પરત ફરતી વખતે થરાદ-ધાનેરા હાઇવે પર અક્સ્માત નડતાં એક કિશોરનું મોત થયું હતું. બનાવને પગલે ખુશીનો પ્રસંગ ગમગીનીમાં પ્રસરવા પામ્યો હતો.
ધાનેરા તાલુકાના ખેડા ગામથી ઠાકોર પરિવાર થરાદના કિયાલ ગામે લગ્ન લઇને આવ્યો હતો. અને રવિવારે લગ્નવિધી પતાવીને પરત જઇ રહ્યો હતો. આ વખતે થરાદ-ધાનેરા હાઇવે પર અગમ્ય કારણોસર જીપ પલટી ખાઇ ગઇ હતી. આથી તેમાં બેઠેલા પૈકી કિશોરનું ઇજા થવાના કારણે મોત નિપજ્યું હતું. જ્યારે ચાર પાંચ વ્યક્તિઓને ઇજા થવા પામી હતી. જેમને સારવાર અર્થે ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પળવારમાં લગ્નની ખુશીનો માહોલ ગમગીનીમાં પ્રસરવા પામ્યો હતો. આ બનાવને લઇને પંથકમાં અરેરાટી પ્રસરવા પામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.