શાળાનું ગૌરવ વધાર્યું:થરાદના આજાવાડા માધ્યમિક શાળાની વિદ્યાર્થીનિએ ઇડર ખાતે યોજાયેલી કલા ઉત્સવ સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત મેળવ્યું

થરાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદના આજાવાડા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધીનગર જીસીઈઆરટી દ્વારા આયોજિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર ખાતે યોજાયેલા કલા ઉત્સવ કાર્યક્રમમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરતાં શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

'હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા' આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે ઝોન કક્ષાના ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર ખાતે યોજાયેલી કલા ઉત્સવ સ્પર્ધામાં જિલ્લાની અલગ અલગ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં થરાદ તાલુકાના આજાવાડા ઉચ્ચતર માધ્યમિક શાળાની વિદ્યાર્થીની ચક્ષુબેન આંબાભાઈ ચૌધરીએ બાળ કવિ સ્પર્ધામાં સમગ્ર ઝોનમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેથી આજાવાડા પ્રાથમિક શાળા તેમજ ગામ તાલુકો અને બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરી ગૌરવ વધરાતાં માર્ગદર્શક શિક્ષક તેમજ શાળા પરિવારને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...