પોલીસ દ્વારા યુવાનોને જાગૃત કરાયા:થરાદ સરકારી કોલેજમાં સાઈબર ફ્રોડ અને E-FIR વિશે પોલીસ સ્ટેશન દ્વારા સેમિનાર યોજાયો

થરાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદના એન.એસ.એસ વિભાગ અને થરાદ પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજરોજ સાઇબર ફ્રોડ વિશેના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં થરાદ પોલીસ ના PSI એન .કે .પટેલ તથા હેડ કોસ્ટેબલ વાહજીભાઈ તથા કોન્સ્ટેબલ શીવાભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત અને સંચાલન એન.એસ.એસ વિભાગના પ્રા.ભાવિક ચાવડા દ્વારા કરવામાં આવ્યું. પી.એસ.આઇ એન.કે.પટેલ દ્વારા સાઇબર ફ્રોડ વિશે ટૂંકમાં પણ સચોટ માહિતી આપવામાં આવી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ( ઈ એફ.આઈ. આર )અને સાઇબર ફ્રોડ વિશેની સંપૂર્ણ માહિતી શીવાભાઈ દ્વારા આપવામાં આવી. તેમના દ્વારા સાઈબર ફ્રોડ અને ઈ એફ આઈ આરની સંપૂર્ણ વિગતો સમજાવી કહ્યું કે, પોલીસ સ્ટેશનની મુલાકાત લીધા વગર પણ આ શક્ય છે.

પોલીસ વિભાગ એ જનતાનો મિત્ર
આમ અંતે પોલીસ વિભાગ દ્વારા જો કોઈ વ્યક્તિ ઈ એફ.આઈ.આર નોંધશે તો તેમની ફરિયાદ આપોઆપ નોંધાઈ જશે અને ૩૦ દિવસમાં ચાર્જશીટ જમા થશે. આથી ફરિયાદીને વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા મટી જશે અને ફરિયાદીનું કામ સરળ થશે સાથે સાથે પોલીસ વિભાગ એ જનતાનો મિત્ર છે. આ પ્રકારની વાત પણ એમના દ્વારા કરવામાં આવી અંતે આભાર વિધિ ઇતિહાસ વિભાગના પ્રા. ડૉ અશોક વાઘેલા દ્વારા કરવામાં આવી. સમગ્ર સ્ટાફની સૂચક ઉપસ્થિતિ અને વિદ્યાર્થીઓની બહોળી સંખ્યમાં હાજરી ની સાથે સાથે ટેકનિકલ આસિસ્ટન્ટ કે.કે.કટારીયા અને મુકેશભાઇ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા થરાદ પોલીસ મથકના પીએસઆઇ એન કે પટેલ તથા હેડ કોસ્ટેબલ વાહજીભાઈએ ભારે જહેમત ઉઠાવી.

અન્ય સમાચારો પણ છે...