નગરપાલિકાની ઓચિંતી તપાસ:થરાદમાં ડોર ટું ડોર કચરાની આડ્સમાં મેડિકલ વેસ્ટ નાખતી ખાનગી હોસ્પિટલને દશ હજારનો દંડ ફટકાર્યો

થરાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદ નગરપાલિકા વિસ્તારમાં સૂકો તેમજ ભીનો કચરો લેવા માટે નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર વાહન મુકવામાં આવે છે. જેમાં શહેરમાં આવેલી હોસ્પિટલોનો કચરો પણ લેવામાં આવે છે, ત્યારે આ કચરાની સાથે કેટલીક ખાનગી હોસ્પિટલોમાંથી સૂકા ભીના કચરાની આડ્સમાં મેડિકલ વેસ્ટ ડોર ટુ ડોર વાહનમાં નાખી દેવામાં આવતું હોવાનું થરાદ નગરપાલિકા ચીફ ઓફિસર પાંચાભાઈ માળીના ધ્યાને આવતાં પાલિકા ચીફ સહિત સેનીટેશન કલાર્ક ભમરસિંહ પરમાર તેમજ સમગ્ર ટીમ સાથે ઓચિંતી તપાસ કરવાનું શરૂ કર્યું હતું.

મેડિકલ વેસ્ટ પાલિકાની ગાડીમાં ઠાલવ્યું
જેમાં રેફરલ હોસ્પિટલ સામે આવેલી ખાનગી જશોદા નામની હોસ્પિટલની આગળ ડોર ટૂ ડોર કચરો લેવા માટેનું વાહન ઉભું રાખવામાં આવતાં જશોદા હોસ્પિટલના સ્ટાફ દ્વારા ડસ્ટબીનમાં સૂકા કચરાની સાથે મેડિકલ વેસ્ટ પાલિકાની ગાડીમાં ઠાલવી દેવા જતાં સ્થળ ઉપર ઉભેલા ચિફ-ઓફિસર સાથેની ટીમે હોસ્પિટલનું ડસ્ટબીન ચેક કરતાં મેડિકલ વેસ્ટ મળી આવ્યું હતું. આથી પાલિકાએ જશોદા હોસ્પિટલને રૂપિયા 10,000 હજારનો દંડ ફટકાર્યો હતો.

મેડિકલ વેસ્ટ નાખનારા સામે કડક કાર્યવાહી
ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ વધુમાં જણાવ્યું હતું કે, આવી રીતે હોસ્પિટલો દ્વારા કચરાની આડ્સમાં ડોર ટુ ડોર વાહનમાં તેમજ જાહેર જગ્યાએ મેડિકલ વેસ્ટ નાખવામાં આવેલું જણાશે તો તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેવું નગરપાલિકા ટેક્ષ્ટ ઇન્સ્પેક્ટર હીરજીભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...