થરાદનું ગૌરવ:પ્રાથમિક શિક્ષકે GPSC ગુજરાત શિક્ષણ સેવા વર્ગની તાજેતરમાં લેવાયેલ ક્લાસ 2ની પરીક્ષામાં બ્રહ્મ સમાજ અને સરહદી વિસ્તાર થરાદનું ગૌરવ વધાર્યું

થરાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદ તાલુકાની ગાયત્રીનગર પગાર કેન્દ્ર શાળામાં દિનેશભાઈ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ એ કારેલી ગામમાં ધોરણ 1થી5 સુધી તથા ધોરણ 6 થી 9 સુધી પાસેના બાલુંત્રી ગામ 6 પ્રાથમિક અભ્યાસ પુર્ણ કરી ભણશાલી ટ્રસ્ટ સંચાલિત ઉત્તર બુનિયાદી વિદ્યાલય ટડાવ ખાતે ધોરણ 8થી 12 સુધી પ્રથમ નંબરે ઉતીર્ણ થઈ રણુંજ અધ્યાપન મંદિરમાં 2 વર્ષ PTC નો કોર્ષ કરી વિદ્યાસહાયક તરીકે જોડાયા ત્યારબાદ તેમણે પ્રાથમિક શાળામાં શિક્ષક, મુખ્ય શિક્ષક, સીઆર સી, કેળવણી નિરીક્ષક વગેરે હોદ્દાઓ ઉપર સફળતા પુર્વક ફરજ બજાવી ફરજ ઉપરાંત તેમણે બી. એ. એમ. એ અને બી. એડ જેવી ડિગ્રી મેળવી જી પી એસ સી દ્રારા તાજેતર માં લેવાયેલી જી.પી.એસ.સી ગુજરાત શિક્ષણ સેવા વર્ગની તાજેતરમાં લેવાયેલ ક્લાસ 2ની પરીક્ષામાં બ્રહ્મ સમાજ અને સરહદી વિસ્તાર થરાદનું હીર ઝળક્યું.

અન્ય સમાચારો પણ છે...