ચૂંટણીની અદાવતે જીવલેણ હુમલો:એક વ્યક્તિ પર ગામના જ 16 લોકોએ જીવલેણ હુમલો કર્યો; થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

થરાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદ ખાતે વાવના ખીમાણાપાદર ગામના વ્યક્તિ પર ગામના ઈસમોએ એકસંપ થઈને જીવલેણ હુમલો કરતાં ઇજા પામેલા વ્યક્તિને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. બાદમાં તેને વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરાયો હતો. જે કે આ અંગે 16 ઈસમો સામે થરાદ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

16 ઈસમો સામે થરાદ પોલીસ મથકે ગુનો નોંધાયો
વાવ તાલુકાના ખીમાણા પાદર ગ્રામ પંચાયત સરપંચ ચૂંટણીમાં નટવરસિંહના પત્ની તેમજ રણછોડભાઈ રાણાભાઈ ગોહિલે સામસામે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં નટવરસિંહના પત્ની રતનબેન વિજેતા બનતાં પરાજિત થયેલા લોકોએ આ હારની અદાવત રાખી વિજેતાના પરિવાર સાથે મનદુખ રાખી અવાર નવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. તેથી આ બાબતે તેમણે પોલીસ મથકે બે ત્રણ વખત અરજીઓ આપી અમારા પરિવારને જાનનું જોખમ હોય તેવું જણાવ્યું હતું.

બે પગ, બે હાથ તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચી
જેથી ગઈકાલે નટવરસિંહના ભાઈ ભરતસિંહ સવારના અગિયાર કલાકની આસપાસ ડાભલીયાવાસ ખાતે એક સામાજીક પ્રસંગે ગયા હતા. ત્યાં શંકર વાઘા હાજર હોવાથી તેણે અન્ય માણસોને બોલાવી ભરતસિંહને મારી નાખવાનું કાવતરું રચ્યું હતું. ત્યાં વણાજીની લાટી તરફ આવેલી ભારત ટૂલ હાર્ડવેર દુકાન પાસે અચાનક સ્વીફ્ટ તેમજ બોલેરો ગાડીમાંથી ટોળારૂપી ઈસમો હાથમાં લોખંડની ટોમીઓ લઇને આવી ભરતસિંહની હત્યા કરવાના ઇરાદે આડેધડ માર મારવા લાગ્યા હતા. જેથી ભરતસિંહને બે પગ, બે હાથ તેમજ માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેના પગલે તેમને શહેરમાં આવેલી ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે જણાવ્યું હતું કે ફેક્ચર હોવાથી વધુ સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવેલા છે. સંગ્ર ઘટનાને પગલે થરાદ પોલીસ મથકે ઇ.પી.કો. કલમઃ- 147, 148, 149, 120, 127, 307, 326, 324, 325, 504, 506(2), 11 મુજબ તમામ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...