થરાદમાં ઇફકો ખાતારની અછત!:ખેડૂતોમાં ભારે અંસંતોષ અને નારાજગી જોવા મળી, પુરતા પ્રમાણમાં ખાતર નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

થરાદ સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક માસથી ઇફકો ખાતરની અછત જોવા મળી હતી. જેમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ઇફ્કો કંપની રાસાયણિક ખાતરમાં ઉત્તર ગુજરત સાથે ઓરમાયું વર્તન કરે છે. તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. ઇફકો કંપની દ્વારા ૧૦/૨૬/૨૬ અને ૧૨/૩૨/૧૬ રાસાયણિક ખાતરના આપતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં નારાજગી વ્યક્ત કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષ હજારો ટન રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે. ઈફકો કંપની દ્વારા પુરતા પ્રમાણમાં ખાતર નહીં આપવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે.

તેમજ છેલ્લા એક વર્ષથી ઈફકો કંપની ખેડૂતો સાથે રમત રમાઈ રહી છે. તેવામાં ઇફકો કંપનીએ થોડા સમય પહેલા ખાતરમાં 40 ટકા જેટલો ભાવવધારો ઝીંકી દેતા ખેડૂતોની હાલત વધુ કફોડી બનાવી દીધી છે. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે 75 હજાર ટન ઇફકો કંપનીના ખાતરની ખપત હોય છે, ત્યારે હવે કંપનીએ બનાસકાંઠા જિલ્લાના થરાદ સહિત દરેક તાલુકામાં પૂરતા પ્રમાણમાં ખાતર આપતી નથી. તેના લીધે ખેડૂતમાં રજળાપટ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા એક માસમાં બનાસકાંઠા જિલ્લામાં એક પણ રેન્ક આવી નથી. સૌથી મોટી સહકારી ફર્ટીલાઈઝર કંપની ઇફકોએ એકબાજુ ખાતરના ભાવમાં અધધ કહી શકાય તેવો ધરખમ ભાવ વધારો ઝીંક્યો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને ભાવ વધારો થતાં પુરતો ખાતર આપતી નથી. એક તરફ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી રહી છે. ત્યારે એકાએક રાસાયણિક ખાતરની અછત ઉભી કરતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે, ત્યારે રાસાયણિક ખાતરની અછતને લઈને હાલ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...