વિસર્જનયાત્રનું ભવ્ય આયોજન:થરાદમાં ગણપતિ મંદિરના વિઘ્નહર્તાની ડીજેના તાલે વિસર્જનયાત્રા નિકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

થરાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદ રાજેન્દ્ર નગર સોસાયટી સામે આવેલ ગણપતિ મંદિર ખાતે છેલ્લા 30 વર્ષથી ગણેશોત્સવ યોજવામાં આવે છે. જેમાં ગણેશ મંડળ સહિત સોસાયટીના રહીશો દ્વારા ભાદરવા સુદ ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી સાત દિવસ સુધી રંગે ચંગે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સવારે દાતાઓ અતુલભાઈએ યજ્ઞ કરી ગણપતિ બાપાને પ્રસાદમાં મોદક સહિત અનેક મીઠાઈની વાનગીઓ ધરવામાં આવતી હોય છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભાગ લે છે.

ગણપતિ મહોત્સવમાં લાઈટ ડેકોરેશન ગોઠવવામાં આવતાં પંડાલ રોશનીથી શોભી ઉઠે છે. ત્યારે સાંજના સમયે આરતી સાથે મહા પ્રસાદ વહેંચી ગરબા રમવા મહિલાઓ પુરુષો ઉમટી પડે છે. જેથી સાત દિવસ સુધી ચાલનારા ગણેશોત્સવમાં વિઘ્નહર્તાની હવન અને પૂજા અર્ચના કરી ગુલાલની છોળો વચ્ચે ડિઝના સંગીતમય માહોલ ટ્રેકટર ગાડીઓની કતારોમાં ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે મુખ્ય નર્મદા નહેરમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...