કાર્યવાહી:થરાદના નારોલીની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ

થરાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પીછો કરતાં ચાલક કાર મુકી નાસી છૂટયો

એલસીબી પોલીસે થરાદ વિસ્તારમાંથી વિદેશી દારૂની 1824 બોટલ ભરેલી કાર સહિત રૂ.4.71 લાખના જથ્થા સાથે ઝડપી લીધી હતી. જો કે પોલીસે પીછો કરતાં ચાલક સાઈડમાં ઉતરેલી કાર મુકી નાસી છૂટયો હતો.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એલસીબી સ્ટાફ થરાદ વિસ્તારમાં પેટ્રોલીંગ હતા. દરમિયાન તેમને રાજસ્થાનના શીલું તરફથી કાર નંબર જીજે-08-એજે-4089 માં વિદેશી દારૂ ભરી આવનાર હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસ આજાવાડા નર્મદા કેનાલના પુલીયા પાસે નાકાબંધીમાં હતી. દરમિયાન ઉપરોક્ત કાર આવતાં તેને ઉભી રખાવવા ઇશારો કરતાં ચાલકે ઉભી રાખવાના બદલે નારોલી ગામ તરફ ભગાડી હતી.

પોલીસે પીછો કરી નારોલી ગામના ચરેડામાં સ્કુલની આગળ વાહન ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં ચોકડીઓમાં ઉતરી જતાં ત્યાં જ મુકીને ચાલક નાસી છુટયો હતો. પોલીસે કારમાંથી વિદેશી દારૂની 1824 બોટલો રૂ.1,71,360 તથા કાર રૂ.3,00,000 મળી કુલ રૂ. 4,71,360 નો મુદ્દામાલ કબજે લીધો હતો. તેમજ કાર મુકી નાસીજનાર ચાલક સામે પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...