પશુપાલકની સહાય આપવા માગ:થરાદમાં ભારે પવનમાં જીવિત વીજ વાયર તૂટી જવાના કારણે વીજ કરંટ લાગતાં ભેંસનું મોત

થરાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદના રાહમાં રવિવારની રાત્રે હવામાન વિભાગની આગાહીના પગલે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થતાં જીવિત વીજ વાયર તૂટી જવાના કારણે વીજ કરંટ લાગતાં ભેંસનું મોત નીપજ્યું હતું. તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વીજ કંપનીની બેદરકારીના લીધે સામાન્ય પવન ફરકતા જ વીજ વાયરોમાં શોર્ટ સર્કિટ સર્જાતાં ભડાકા થવા માંડે છે. જેમાં જીવિત વીજ વાયરો તૂટી જવા પામેં છે, ત્યારે રાહ ગામે રહેતા હંસાભાઈની ભેંસનો પગ જમીન પર પડેલા જીવંત વીજ વાયર પર આવતા ભેંસનું ઘટના સ્થળે મોત નિંપજ્યું હતું. જેમાં સ્થાનિક લોકો દ્વારા વીજતંત્રને જાણ કરવામાં આવી હતી.

મળતી વિગતો અનુસાર થરાદ તાલુકાના રાહ ગામે જીવંત વિજવાય તૂટતો તેના ઉપર ભેંસનો પગ આવી જતા ભેંસનું ઘટના સ્થળે જ મોત થયું હતું. રાત્રે દરમિયાન તૂટેલા વીજ વાયરને લઈ વિદ્યુત બોર્ડની બેદરકારી પણ સામે આવી રહી છે. વિધુત બોર્ડના કર્મચારીઓ દ્વારા વીજવાયર જમીન પર તૂટતો ફોલ્ટ સર્જાયો હોવા છતાં વીજ પાવર બંધ ન કરતા પશુપાલકને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આ બાબતની જાણ વિધુત બોર્ડના કર્મચારીઓને કરતા વિધુત બોર્ડના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભેંસને સરકારી પશુ ડોક્ટર દ્વારા પીએમ કરાવવામાં આવ્યું હતું. પશુપાલકે તેમને પશુના મોતના વળતર પેટે સહાય આપવા માટે માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...