થરાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે ભારત સરકારના "હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત અને આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ગીત સંગીત નૃત્ય અને નાટ્ય દ્વારા તિરંગા દેશભક્તિ ગીત, દેશભક્તિ નૃત્ય અને નાટક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉપરોક્ત વિવિધ સ્પર્ધાઓમાં બહોળી સંખ્યામાં ઉત્શાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતુ દેશભક્તિ ગીત "યે દેશ હે વીર જવાનો કા" ની સુંદર પ્રસ્તુતિ ડૉ.અશોકભાઈ વાઘેલા દ્વારા રજૂ કરવામાં આવી હતી. તથા વિદ્યાર્થીઓ દ્વારા દેશ રંગીલા રંગીલા, મેરે વતન કે લોગો, વંદે માતરમ, જય હો, તેરી મીટ્ટી, જેવા દેશભકિત ગીતોની રજૂઆત કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ. એમ. જે. મનસુરીના માર્ગદર્શન હેઠળ પ્રો.ચિરાગ શર્મા અને પ્રા. એ. બી. વાઘેલાએ કર્યું હતું. નિર્ણાયક તરીકેની ફરજ પણ ડૉ. અશોકભાઈ વાઘેલા અને પ્રા. ચિરાગ શર્મા એ નિભાવી હતી.કાર્યક્રમને અંતે કોમર્સ વિભાગના પ્રા. મુકેશ રબારી દ્વારા આભારવિધિ કરવામા આવી હતી. કોલેજનો તમામ અધ્યાપકગણ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ટેકનિકલ આસીસ્ટન કે.કે.કટારીયા તથા દ્રશ્ય શ્રાવ્ય વિભાગના મુકેશભાઈ તેમજ શૈલેશભાઈએ સુંદર રીતે પોતાની કામગીરી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.