લુપ્ત થતી હસ્તકલા આજે પણ જીવંત:થરાદમાં 4 ધોરણ ભણેલી મહિલાએ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવી હસ્તકલા જીવંત રાખી; જમનાબેનને સૂફ અને ખારેક ભરતકામનો 20 વર્ષથી વધુનો અનુભવ

થરાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદના શિવનગરમાં 1971માં પાકિસ્તાની શરણાર્થી તરીકે 1 હજાર જેટલા પરિવારો આજે પણ સ્થાનિક લોકો સાથે દૂધમાં સાકરની જેમ ભળી જાય છે. અને એક પરિવારની મહિલા પુત્રવધુ જમનાબેને આજના ટેક્નિકલ યુગમાં પણ માતા પાસેથી પ્રેરણા મેળવી સુફ અને ખારેકનું પ્રખ્યાત ગણાતું ભરતકામ બનાવ્યુ હતું. શિવનગરની પુત્રવધુ જમનાબેન અંચલભાઇ રાઠોડ 37 વર્ષની ઉંમરે ભારતના રાષ્ટ્રપતિ અવોર્ડ 2019માં સિલેક્શન થયું છે. જમનાબેન કચ્છના સુમરાસરની પ્રાથમિક શાળામાં 4 ધોરણથી આગળ ભણી શકી ન હતી. તેની માતાને ઘરના કામમાં મદદ કરવાની સાથે સાથે તે ભરતકામ પણ શીખી હતી. જમનાબેનને હવે સૂફ અને ખારેક ભરતકામનો 20 વર્ષથી વધુનો અનુભવ છે. તે માત્ર સૂફ અને ખારેકની સાથે સાથે પ્રાદેશિક બાવળિયો, મિરર વર્ક અને ટેસલ વર્કમાં પણ સારી છે. જમનાબેનના પિતા શંકરલાલ વાલડીયા નેશનલ મેરિટ સર્ટિફિકેટ એવોર્ડ વિજેતા અને ચામડાના કારીગર છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી કચ્છના સુમરાસરમાં તેમના સહ પરિવાર સાથે સ્થળાંતરિત થયા હતા.

સુફ એન્ડ ખારેક એમ્બ્રોઇડરીમાં રચનાને પૂર્ણ કરવામાં જમનાબેનને લગભગ 12 મહિના જેટલો સમય લાગે છે. તેના સમુદાયમાં પરંપરાગત લગ્ન સમારોહમાંથી સંકળાયેલ વિવિધ રૂપરેખાઓનો ઉપયોગ કર્યો હતો. ભરતકામ માટે તાંતણા અને દોરાઓની ગણતરી કરીને ખૂબ મહેનત કરવી પડે છે. આ ભરતકામમાં બ્લાઉઝ, સ્કર્ટ, દુપટ્ટા, તોરણ, ઓશીકા , ઓછાડ, સાડી વગેરે ભરે છે. તેમના સમાજમાં લગ્ન પ્રસંગમાં ભરતકામથી બનાવેલ દરેક આઇટમ દહેજ તરીકે છોકરી પોતાના ઘરેથી લઇને આવે છે.

અન્ય સમાચારો પણ છે...