ભારે વાહનોથી સ્થાનિકો ત્રસ્ત:થરાદ હાઇવે પરથી 4 અતિભારે વાહનો પસાર થયા; ટ્રાફિક જામ અને  8 કલાક વીજ પુરવઠો પણ બંધ થતાં સ્થાનિકોમાં ભારે રોષ

થરાદ13 દિવસ પહેલા

કચ્છનું કંડલા પોર્ટ વેપારી મથક ગણાય છે. ત્યાંથી દેશભરમાં માલ સામાન ટ્રાન્સપોર્ટ કરવામાં આવતો હોય છે. ત્યારે હજારો ટ્રકો દ્વારા દરરોજ માલ સામાનની હેરાફેરી કરવામાં આવતી હોય છે. ત્યારે આજ રોજ કંડલા પોર્ટથી બાડમેર રાજસ્થાન માટે 4 મોટા ટ્રકમાં માલ ભરાઈને નીકળ્યો હતો .ત્યારે આજે વાવ તરફથી થરાદ હાઇવે પર 4 ભારે ટ્રક આવી પહોંચતા લોકો આ મોટા વાહનોને જોવા માટે ઉમટ્યા હતા. 4 વાહનોના અંદાજિત 900 જેટલા ટાયર હતા.

4 વાહનો સાથે 40 લોકોનો સ્ટાફ સાથે આ ભારે વાહનો પસાર થતા થરાદ ત્રણ રસ્તા પાસે ટ્રાફિક જામ થયો હતો. ત્યારે ટ્રાફિક દૂર કરવા માટે મોટી ટ્રકોને ડાયવર્ઝન અપાયું હતું. તેમજ આ 4 ભારે વાહનો પસાર થતા 8 કલાક વીજ પુરવઠો પણ બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારે શહેરના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ આ વાહનોને જોવા માટે લોકો ટોળે વળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...