અટકાયત:થરાદના પાવડાસણથી 384 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

થરાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 58,280ના મુદ્દામાલ સાથે એકને ઝડપ્યો

થરાદ પોલીસે બાતમીના આધારે પાવડાસણના રહેણાંકમાંથી વિદેશી દારૂની 384 બોટલ સાથે એક શખસની અટકાયત કરી હતી. આ જથ્થો ડુવા ગામના બે શખસોએ આપેલ હોઇ પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કર્યો હતો.

થરાદ પોલીસને પાવડાસણ ગામના સુજાણભાઈ થાનાભાઈ રબારી પોતાના ખેતરમાં બનાવેલ મકાનમાં ઇન્ચાર્જ પીઆઇ બી.વી.પટેલ અને ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન સુજાણભાઇના રહેણાંકથી વિદેશી દારૂની 384 બોટલ રૂપિયા 53,280નો દારૂ મળી આવ્યો હતો. પોલીસે પાંચ હજારના મોબાઇલ સહિત કુલ રૂ. 58,280ના મુદ્દામાલ સાથે સુજાણભાઇની અટકાયત કરી હતી.

તેમજ દારૂનો જથ્થો આપનાર ભરતસિંહ જુવારાજી રાજપુત (રહે.ડુવા,તા.થરાદ) તથા મહેન્દ્રસિંહ રાણજી વાઘેલા (રહે.ડુવા,તા.થરાદ) સામે મદદગારી કરવા બદલનો ગુનો દાખલ કરી ત્રણેય સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...