પ્રેમમાં અંધ જનેતાની ક્રૂરતા:થરાદમાં 3 માસૂમને કેનાલમાં નાખી માતા પણ પ્રેમી સાથે કૂદી પડી, પ્રેમીઓના મૃતદેહ લોખંડના તારથી બાંધેલા મળ્યા

થરાદએક મહિનો પહેલા

થરાદના સણધર સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં ગઈકાલે બાળકો સાથે મહિલાએ ઝંપલાવ્યું હોવાની ઘટના સામે આવી હતી. એની જાણ થતાં જ સ્થાનિકે નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી. ત્યારે તરત જ પાલિકા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ગઈકાલે સ્થાનિક તરવૈયાઓ અને ફાયર ટીમે બે કલાકની ભારે શોધખોળ બાદ ત્રણ બાળકના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બાળકો સાથે માતાએ પણ ઝંપલાવ્યું હોવાની વાત લોકો દ્વારા સામે આવી હતી, જેને પગલે ફાયર ટીમે તપાસ ચાલુ રાખી હતી. આ તપાસના બીજા દિવસે એટલે કે આજે માતા સહિત તેના પ્રેમીનો મૃતદેહ લોખંડના તારથી બાંધેલી હાલતમાં મળ્યો છે.

આ તસવીર તમને વિચલિત કરી શકે છે.
આ તસવીર તમને વિચલિત કરી શકે છે.

પ્રેમી સાથે સામૂહિક આપઘાત
થરાદના સણધર સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં ગઇકાલે ત્રણ બાળક સાથે મહિલાએ ઝંપલાવ્યું હોવાની જાણ કેનાલ પરના લોકોએ થરાદ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં પાલિકા ફાયર ટીમ અને થરાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે સ્થળ પરથી મળેલા મોબાઈલ પોલીસે જપ્ત કરી તરવૈયા સુલતાન મીર અને ફાયર ટીમે બે કલાકની ભારે શોધખોળ બાદ બે બાળકના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ સાંજે 6 વાગે વધુ એક બાળકનો મૃતદેહ થોડે દૂર તરતો મળ્યો હતો. દેથળી ગામની મહિલાના પતિને જાણવા મળ્યું હતું કે વાવ તાલુકાના ધરાધરા ગામના તેની જ સમાજના દેવાજી રમેશજી ઠાકોર સાથે પ્રેમસંબંધ હતો. તેથી મહિલાના પતિએ થરાદ પોલીસ મથકે ધરાધરા ગામના તેના જ સમાજના દેવાજી રમેશજી ઠાકોર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

આ તસવીર તમને વિચલિત કરી શકે છે.
આ તસવીર તમને વિચલિત કરી શકે છે.

બીજા દિવસે પ્રેમી યુગલોના મૃતદેહ મળ્યા
ગઈકાલે ત્રણ બાળકના મૃતદેહ મળ્યા બાદ આજે વહેલી સવારે 2 કિમી દૂર જાદલા ગામની કેનાલમાંથી બંને પ્રેમી યુગલોના મૃતદેહ લોખંડના તારથી બાંધેલી હાલતમાં મળ્યા હતા. પાલિકાના તરવૈયાએ મૃતદેહને બહાર કાઢ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ તસવીર તમને વિચલિત કરી શકે છે
આ તસવીર તમને વિચલિત કરી શકે છે
અન્ય સમાચારો પણ છે...