ગતિશીલ ગુજરાતની આ તે કેવી વાસ્તવિકતા ?:થરાદ ખાતે 15 પરિવારો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યાં છે; પાણીની જગ્યાએ મળ્યો પાણી ચોરીનો દંડ

થરાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદ તાલુકાના મેસરા ગામની ઢાણી તરીકે ઓળખાતા વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવા 15 જેટલા પરિવારોની માગ તાલુકા કક્ષાએ રાજ્ય કક્ષાના અધિકારી સુધી કરી રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહિ પણ પાણી પુરવઠા વિભાગે ગેર કાયદે પાણીનો રૂ.19,779નો દંડ મળ્યો

બનાસકાંઠા જિલ્લાના સરહદી બોર્ડર પર આવેલ નાના મેસરા ગામના 15 પરિવારોને પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નાના મેસરા ગામે આવેલ અણદાજી ધાણીથી ઓળખાતા વિસ્તારમાં 15 અલગ અલગ જાતિના પરિવાર વસવાટ કરે છે. આ લોકોને પીવા માટે પાણીની કોઇ વ્યવસ્થા ન હોવાથી વારંવાર ગ્રામપંચાયતથી લઇને રાજ્ય કક્ષાના અધિકારીઓને રજૂઆત કરી છતાં પાણીની કોઇ વ્યવસ્થા કરવામાં ન આવતાં ગરીબ પરીવારોની હાલત કફોડી બની ગઈ છે. આ પરિવારજનોને રૂપિયા આપીને પાણી માંગવું પડે છે. પીવાના પાણીની પાઇપલાઇન ગામમાંથી અણદાજી ધાણી સુધી આપવામાં આવે એવી ગામલોકો માગ કરી રહ્યાં છે.

"ઉલટા ચોર કોટવાલ કો ડાટે" જેવી પરિસ્થિતિ આ પરીવારની થવા પામી છે. જ્યારે પાણીની માંગણી કરવામાં આવી ત્યારે આ પરિવારને પાણીવેરા પેટે 19,779નો દંડ આપવામાં આવ્યો .આ પરીવાના સભ્યો એ જણાવ્યું હતું કે અમારા રહેણાંકથી 2 કિમી જેટલી પાણીની પાઇપલાઇન નીકળે છે. અને અમે કોઈ દિવસ આ પાણીની લાઇનમાંથી પાણી લીધું નથી. અને પાણી પુરવઠાના કોઈ અધિકાર અમારા ખેતરોમાં તપાસ માટે પણ આવેલ નથી. તેમ છતાં અમને પાણીવેરા પેટે તંત્ર દ્વારા દંડ આપવામાં આવ્યો છે. ત્યારે આ પરિવારને પાણી નથી છતાં દંડ આપતાં તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. કોના ઇશારે આ પાણી વેરો આટલો આપવામાં આવ્યો એ પણ સવાલ બને છે. અણદાજી ધાણીના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અમારે અમારા પશુઘનને અને અમારે પીવાના પાણી નજીકના ખેડૂતના બોર પરથી અથવા ટ્રેક્ટર દ્વારા દૂરથી પાણી લાવવું પડે છે. મહિલાઓ સહિતના લોકો પાણી માટે વલખાં મારી રહી છે.

અન્ય સમાચારો પણ છે...