અકસ્માત:મુન્દ્રાથી સોયાબીન તેલના પાઉચ ભરી હરિદ્વાર જતી ટ્રક સુઈગામ નજીક પલટી

સુઇગામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાથી સોયાબીન તેલના પાઉચ ભરી હરિદ્વાર જતી ટ્રકના ડ્રાઇવરે અન્ય ટ્રકને ઓવરટેક કરવા જતાં રોડ સાઈડમાં પલટી ગઇ હતી. - Divya Bhaskar
મુન્દ્રાથી સોયાબીન તેલના પાઉચ ભરી હરિદ્વાર જતી ટ્રકના ડ્રાઇવરે અન્ય ટ્રકને ઓવરટેક કરવા જતાં રોડ સાઈડમાં પલટી ગઇ હતી.
  • અન્ય ટ્રકને ઓવરટેક કરવા જતાં રોડની સાઈડમાં પલટી
  • અડધી ટ્રક અને તેલના કાર્ટૂન પાણીમાં, ડ્રાઈવર- ક્લિનરનો બચાવ

સુઇગામ નજીક ખારીમાં શનિવારની રાત્રે સોયાબીન તેલના પાઉચ ભરેલ એક ટ્રક રોડ સાઈડમાં પલટી ખાઈ જતાં ટ્રકનો અડધો ભાગ રોડ સાઈડમાં ભરાયેલ પાણીમાં પડ્યો હતો. ઉપરાંત તેલ ભરેલ મોટાભાગના કાર્ટૂન પણ પાણીમાં ડુંબી ગયા હતા. જોકે ડ્રાયવર-ક્લીનરનો આબાદ બચાવ થયો હતો.

મુન્દ્રાથી સોયાબીન તેલના પાઉચ ભરી હરિદ્વાર તરફ નીકળેલ એક ટ્રક સુઇગામ-સીધાંડા હાઇવે રોડ પર સુઇગામ નજીક શનિવારે રાત્રે અન્ય ટ્રકને ઓવરટેક કરવા જતાં તેલ પાઉચ ભરેલ ટ્રક રોડ સાઈડમાં પલટી ખાઈ ગઇ હતી. જ્યાં સાઈડમાં ભરાયેલ પાણીમાં ટ્રકનો આગળનો અડધો ભાગ ડૂબી ગયો હતો અને ટ્રકમાં ભરેલ 2800 તેલ પાઉંચના કાર્ટૂન પૈકી મોટાભાગના પાઉચ પણ પાણીમાં ડૂબી ગયા હતા. જોકે અકસ્માતમાં ડ્રાયવર ક્લીનરનો આબાદ બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...