ચોરી:દુધ‌વામાં કરિયાણાની દુકાનમાં ચોર શટરનું લોક કાપી રૂ.25 હજારની મત્તા ચોરી ગયા

સુઇગામ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખુરશી સહિત પરચુરણ સરમામાનની ચોરી કરી પલાયન

સુઇગામના દુધવા ગામના પાટિયા પાસે હાઇવે ઉપર આવેલ કરિયાણાની દુકાનમાં સોમવારે રાત્રે કટર મશીનથી શટરનું લોક કાપી અંદર પ્રવેશ કરી તસ્કરો રિવોલ્વિંગ ખુરશી તથા પરચુરણ સરસામાન મળી રૂ. 25 હજારની ચોરી કરી ફરાર થઇ જતાં દુકાન માલિકે સુઇગામ પોલીસ મથકે અરજી આપી હતી.

સુઇગામ તાલુકાના દુધવા ગામે હાઇવે ઉપર રાજુભા બાદરસિંહ ચૌહાણ આશાપુરા કિરાણા સ્ટોર્સ ચલાવે છે. ત્યારે સોમવારે સાંજે દુકાન બંધ કરી ઘરે ગયા હતા. ત્યારબાદ મંગળવારે સવારે દુકાનના શટરનું કટર મશીનથી લોક કાપેલું જોઇ અચંબામાં પડી ગયા હતા અને દુકાનમાં જઇ તપાસ કરતાં સામાન વેરવિખેર પડ્યો હતો.

ત્યારે વધુ તપાસ કરતાં દુકાનમાંથી રિવોલ્વિંગ ખુરશી સહિત પરચુરણ સરસામાન મળી રૂ.25000 ના મુદ્દામાલની ચોરી થવા પામી હોવાનું જણાયું હતું. આથી તેમને સુઇગામ પોલીસ મથકે ચોરીની ઘટના અંગે અરજી આપતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...