જાહેર કોમ્યુનિટી હોલનો વિવાદ:જાહેર કોમ્યુનિટી હોલમાં દૂધ મંડળીના સંચાલકોનો કબજો હોવાથી ગ્રામ પંચાયત દ્વારા સીલ કરાયો

સુઇગામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુઇગામ તાલુકાના મેઘપુરા ગામમાં જાહેર કોમ્યુનિટી હોલનો વિવાદ
  • અધિક વિકાસ કમિશનર દ્વારા જાહેર કોમ્યુનિટી હોલને ખાલી કરવાનો આદેશ કરાયો

સુઇગામ તાલુકાના છેવાડાના મેઘપુરા ગામમાં બનાવાયેલ કોમ્યુનિટી હોલમાં દૂધ મંડળીના સંચાલકો દ્વારા બિન અધિકૃત કબજો કરાયેલો હતો. જેને લઇ ગામના જાગૃત નાગરિકે સ્થાનિક કચેરીઓમાં લેખિત રજુઆત કરવા છતાં કોઈ ઠોસ કાર્યવાહી નહિ થતા આખરે અરજદારે અધિક વિકાસ કમિશ્નરને અપીલ કરાતાં કોમ્યુનિટી હોલને ખાલી કરવાનો આદેશ આપતાં આખરે ગ્રામ પંચાયત દ્વારા કોમ્યુનિટી હોલને ખાલી કરાવી સીલ મારવામાં આવ્યું હતું, રડોસણ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા મેઘપુરા ખાતે જાહેર કોમ્યુનિટી હોલ બનાવવામાં આવેલ છે. કોમ્યુનિટી હોલએ જાહેર મિલકત છે.

જે છતાં ગ્રામ પંચાયત દ્વારા આ જાહેર મિલકત દૂધ મંડળીને આપવામાં આવી હતી. જે કોમ્યુનિટી હોલમાં સામાન ભરી દૂધ ડેરીના સંચાલકો દ્વારા કાયમી કબજો કરવામાં આવ્યો હતો. ગામના એડવોકેટ અરવિંદકુમાર એસ.પ્રજાપતિ દ્વારા કબજો ખાલી કરાવવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત દ્વારા બીજી વાર તારીખ 09 એપ્રિલ-2021 ના રોજ આ કોમ્યુનિટી હોલને સીલ કરવામાં આવ્યો હતો પરંતુ ડેરીના સંચાલકોએ જિલ્લા અપીલ સમિતિ સમક્ષ અપીલ કરેલ હતી અપીલ સમિતિ દ્વારા હંગામી ધોરણે મનાઈ હુકમ આપેલો હતો.

આ અંગે અરવિંદકુમાર એસ.પ્રજાપતિ દ્વારા અધિક વિકાસ કમિશનર ગાંધીનગર સમક્ષ રિવિઝન અપીલ દાખલ કરવામાં હતી. જે અપીલને અધિક વિકાસ કમિશનર દ્વારા મંજૂર કરી 20 સપ્ટેમ્બર અને 27 જુલાઇ-2022 ના રોજ અપીલ સુનાવણી કરી હતી હંગામી મનાઈ હુકમને રદ કરી કોમ્યુનિટી હોલને ખાલી કરવા આદેશ કરતા ગ્રા.પંચાયત દ્વારા દૂધ મંડળીના સંચાલકોને નોટિસ પાઠવા છતાં કોમ્યુનિટી હોલને ખાલી ન કરતા કોમ્યુનિટી હોલને સીલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...