નોટિસ:બોરુંના રણમાંથી મીઠું પકવતાં 41 લોકોને દબાણ દૂર કરવા નોટિસ

સુઇગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુઇગામ મામલતદારે નોટિસ આપતા હડકંપ, રણમાં મીઠા ઉદ્યોગ બંધ થાય તો 45 વર્ષથી મીઠું પકવતા અગરિયાઓની રોજી રોટીનો વિકટ પ્રશ્ન

સુઇગામ તાલુકાના બોરું ગામથી દૂર આવેલા કચ્છના રણમાં છેલ્લા 45 વર્ષથી સરહદી ગામોના લોકો મીઠું પકવી ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા 41 લોકોને સુઇગામ મામલતદારે રણમાં બિન કાયદેસર દબાણ કર્યાની નોટિસ આપી દબાણ ખુલ્લું કરવા સૂચના અપાઈ છે અને આ કામગીરીમાં અડચણ રૂપ બનનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવાની તાકીદ કરાઈ છે.

બોરું તેમજ મસાલી ગામોથી 5 કિ.મી.દૂર છેલ્લા 45 વર્ષથી સરહદી ગામોના લોકો મીઠું પકવી ગુજરાન ચલાવી રહ્યા છે. મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગરિયાઓને શ્રમ વિભાગ દ્વારા અગરિયાઓ તરીકે ઓળખકાર્ડ પણ ઇસ્યુ કરાયા છે .ત્યારે ગત 23 મે એ સુઇગામ મામલતદાર કચેરી દ્વારા મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા 41 લોકો વિરુદ્ધ નામજોગ સંયુક્ત નોટિસ ઇસ્યુ કરી અનસર્વેયડ રણમાં બિનકાયદેસર દબાણને ખુલ્લું કરવા સૂચના અપાઈ છે. અને દબાણ હટાવ કામગીરીમાં અડચણરૂપ બનનાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધવાની સૂચના પણ અપાઈ છે.

આ સળગતી સમસ્યા વચ્ચે તાજેતરમાં તા.2 જૂને બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી અને શ્રમ આયુક્ત કચેરીના આસી. કમિશ્નરે અગરિયાઓને શ્રમયોગી કાર્ડ, અગરિયા કાર્ડ તેમજ હેલ્થકીટનું વિતરણ પણ કરાયું છે. જે દબાણદારોના નામ નોટિસમાં ઇસ્યુ થયાં છે તે પૈકી મોટાભાગના સરહદી વિસ્તારના મોટા માથા છે.

એમાં ભાજપ અગ્રણીઓ છે. નોટિસ આપ્યા બાદ રણમાં તમામ કામગીરી પણ અટકાવી દેવાઈ છે. 45 વર્ષથી બોરુના રણમાં લાખો ટન મીઠું પકવવામાં આવી રહ્યું છે તો ચાલુ સાલે જ સુઇગામ મામલતદારે રણમાં દબાણ હોવાની નોટિસ ઇસ્યુ કરાતાં સરહદી વિસ્તારમાં આ મુદ્દો ટોક ઓફ ધ એરિયા બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...