સુઇગામ તાલુકાના છેવાડાના ગ્રામીણ વિસ્તારોમાં ભટાસણા સબહેડક્વાર્ટસ બેણપ તરફ જતી કુંભારખા ટેપિંગ તથા બેણપ હે.વ થી ભરડવા તરફ જતી પીવાના પાણીની પાઈપ લાઈનની પાણી પુરવઠાના અધિકારીઓ અને મેં.વિકાસ ઇલેક્ટ્રિકલ્સના પ્રતિનિધિ દ્વારા ચકાસણી કરાતાં પીવાના પાણીની પાઇપલાઈનમાં તોડફોડ કરી પાણી ચોરી કરતા કેટલાક ગેરકાયદેસર કનેક્શનો જણાતાં કુંભારખા સરપંચ સહિત 21 વ્યક્તિઓ વિરુદ્ધ સુઇગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે.
સરહદી વાવ સુઇગામ તાલુકાના છેવાડાના ગામોમાં પીવાના પાણી માટે અન્ય કોઈ સ્ત્રોત ન હોઈ ગામડાઓ સુધી પીવાનું પાણી પાઈપલાઈન મારફતે પહોંચાડાય છે.પરંતુ છેલ્લા કેટલાક સમયથી છેવાડાના ગામો સુધી પૂરતું પીવાનું પાણી મળતું ન હોઈ પીવાના પાણીની બુમરાડ ઉઠવા પામી હતી.
જેને લઈ પાણી પુરવઠાની જૂથ યોજના અંતર્ગત 16 ગામોને પીવાનું પાણી પહોંચાડવાનો ઇજારો ધરાવતા મેં.વિકાસ ઇલેક્ટ્રિકલ્સ, ડીસાના પ્રતિનિધિ અને પાણી પુરવઠાના કર્મચારીઓ દ્વારા ભટાસણા સબહેડક્વાર્ટસથી બેણપ તરફ જતી મુખ્યલાઈન કુંભારખા ટેપિંગ અને બેણપ હે.વથી ભરડવા જતી પીવાના પાણીની પાઇપલાઇનમાં તપાસ કરાઈ હતી.
કુંભારખા સરપંચ હરેશભાઇ નાગજીભાઈ ચૌધરી, ભટાસણાના 14 ખેડૂતો, ખડોલના 5, બેણપના 1 ખેડૂત સહિત 21 લોકોએ પીવાના પાણીની પાઇપલાઇનમાં તોડફોડ કરી પાણી ચોરી કરતા હોઇ અને ગેરકાયદે કનેક્શન લીધેલ હોઈ પાણી પુરવઠા ભાભરના ના.કા.પા.ઇના આદેશથી વિકાસ ઇલેક્ટ્રિકલ્સ, ડીસાના પ્રતિનિધિએ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.