વિરોધ પ્રદર્શન:સુઇગામ તાલુકાની આંગણવાડી બહેનોની આજથી ભૂખ હડતાળ

સુઇગામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડાબેટ ખાતે એકઠી થયેલી બહેનોનો માંગણીઓ મુદ્દે એકસુર

સમગ્ર ગુજરાતમાં આશાવર્કર, VCE તેમજ આંગણવાડીની કાર્યકર તેમજ કાર્યકર બહેનો વિવિધ માંગણીઓને લઈ સરકાર સામે આંદોલન કરી રહ્યા છે તેમ છતાં સરકાર દ્વારા કોઇ પ્રતિભાવ ના આવતાં આખરે સરહદી સુઇગામ તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ આજે સોમવારથી સુઇગામ તાલુકા સેવા સદન ખાતે ભૂખ હડતાળ પર બેસવાની તૈયારી દર્શાવી છે.

5 સપ્ટેમ્બરે સુઇગામ તાલુકાની આશાવર્કર, VCE તેમજ આંગણવાડીની કાર્યકર તેમજ કાર્યકર બહેનોએ સુઇગામ મામલતદાર, પ્રાંત કલેકટર તેમજ ટી.ડી.ઓ.ને વિવિધ માંગણીને લઈ આંગણવાડીની કાર્યકર તેમજ તેડાગર બહેનોએ આવેદનપત્ર આપ્યું હતું. બાદ સમગ્ર જિલ્લાની બહેનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું તેમ છતાં સરકાર તરફથી કોઈ પ્રતિભાવ ના આવતાં 7 તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. સુઇગામ તાલુકાની તમામ આંગણવાડીની બહેનોએ રવિવારે નડાબેટ ખાતે એક મિટિંગ કરી ચર્ચા વિચારણા કરી હતી.

જેમાં સરકાર દ્વારા જ્યાં સુધી તેમની માંગણીઓ નહિ સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનું નક્કી થયું હતું અને તમામે એકસુર થઇ નડેશ્વરી માતાજીની સાક્ષીએ શપથ લઇ આજથી સુઇગામ સેવા સદનની આગળ ભૂખ હડતાળ પર બેસવાની તૈયારી બતાવતા વિવિધ માંગણીઓને લઈ તાલુકાની તમામ અંગણવાડીની તેડાગર અને કાર્યકર બહેનો ભૂખ હડતાળ પર બેસવાની છે. જેને લઈ સરકારી તંત્રમાં પણ હલચલ મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...