કાંકરેજ તાલુકાના ખોડા ગામના યુવકએ શુક્રવારની રાત્રીએ તળાવના કિનારે મોબાઈલ ફોન અને ચપ્પલ મૂકીને તળાવમાં પડતું મૂક્યું હતું. જ્યારે શનિવારે સવારે 40 વર્ષિય યુવકની લાશ મળી હતી. કાંકરેજ તાલુકાના ખોડા ગામના 40 વર્ષિય યુવક શંકરભાઈ ધુડાભાઈ પટેલ શુક્રવારે મોડી રાત્રે બે વાગ્યે ઘરેથી નીકળીને ખોડા તળાવ કિનારે મોબાઈલ ફોન અને ચપ્પલ મૂકીને તળાવમાં પડયા હતા.
જેથી લોકોએ તળાવ કિનારે મોબાઈલ ફોન અને ચપ્પલ જોઈને મૃતકના પરિવારને જાણ કરી હતી. પરિવારે તાત્કાલીક દિનેશ પટેલ તરવૈયાની મદદથી લાશ બહાર કાઢી હતી અને પોલીસ મથકે જાણ કરતાં દિયોદર ડીવાયએસપી ડી.ટી.ગોહીલ અને શિહોરી પીએસઆઈ બી.એલ.રાયજાદાએ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ અર્થે શિહોરી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બાબતની વાધાભાઇ શીવાભાઇ ચૌધરીની ફરિયાદના આધારે શિહોરી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.